Site icon

Mumbai Coastal Road : CM એકનાથ શિંદેએ કર્યું મુંબઈના મહત્વકાંક્ષી કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન, હવે 5 કલાકની મુસાફરી થશે માત્ર 15 મિનિટમાં..

Mumbai Coastal Road : મુંબઈ શહેરના મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બહુપ્રતિક્ષિત કોસ્ટલ રોડ મંગળવારથી મુંબઈવાસીઓ માટે ખોલવામાં આવશે. આનાથી મુંબઈવાસીઓ 5 કલાકની મુસાફરી માત્ર 15 મિનિટમાં કરી શકશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે કોસ્ટલ રોડને સંપૂર્ણ રીતે ટોલ ફ્રી રાખવામાં આવ્યો છે.

Mumbai Coastal Road Maha CM Eknath Shinde inaugurates first phase of coastal road in Mumbai

Mumbai Coastal Road Maha CM Eknath Shinde inaugurates first phase of coastal road in Mumbai

News Continuous Bureau | Mumbai

Mumbai Coastal Road : અટલ સેતુ બાદ હવે મુંબઈને કોસ્ટલ રોડની ભેટ મળી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે  ( Eknath Shinde ) આજે મુંબઈ કોસ્ટલ રોડ ( Coastal Road ) ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું છે. કોસ્ટલ રોડનો 10.5 કિમી લાંબો પટ મોટરચાલકોને વરલી સીફેસ, હાજી અલી મોડ અને એમર્સન્સ મોડ થી કોસ્ટલ રોડ પર પ્રવેશવાની મંજૂરી આપશે. આ પછી તેઓ મરીન લાઇન્સ ( Marine Lines )માં જશે. કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાના પ્રારંભથી મુંબઈના લોકોને ઘણી સુવિધા મળશે અને તેમનો સમય પણ બચશે. 

Join Our WhatsApp Community

 રોડનું નામ છે ‘ધરમવીર સંભાજી મહારાજ કોસ્ટલ રોડ’ 

આ કોસ્ટલ રોડના દક્ષિણી માર્ગના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. સરકારે આ રોડનું નામ ‘ધરમવીર સંભાજી મહારાજ કોસ્ટલ રોડ’ મુંબઈ કોસ્ટલ રોડ રાખ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ 13 ઓક્ટોબર 2018 ના રોજ શરૂ થયું હતું અને પ્રોજેક્ટની અંદાજિત કિંમત 12,721 કરોડ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો :  Kuno National Park : કુનોમાં ફરી ગુંજી કિલકારી.. માદા ચિત્તા ગામીનીએ આપ્યો 5 બચ્ચાને જન્મ, વિડીયો મન મોહી લેશે.

આ વાહનોની નો એન્ટ્રી 

કોસ્ટલ રોડ પર ટ્રેલર, મિક્સર, ટ્રેક્ટર, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, સાયકલ, અપંગ વાહનો વગેરેની એન્ટ્રી રહેશે નહીં. અહીં તમે 80 કિલોમીટરની ઝડપે વાહન ચલાવી શકો છો.

આટલી રહશે સ્પીડ લિમિટ 

મુંબઈ કોસ્ટલ રોડના ઉદ્ઘાટન સાથે ટ્રાફિક પોલીસે લોકોને સ્પીડ લિમિટને ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. ધરમવીર સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર મહત્તમ ગતિ મર્યાદા 80 કિમી પ્રતિ કલાક હશે, જ્યારે ટનલમાં તે 60 કિમી પ્રતિ કલાક હશે અને વળાંક અને પ્રવેશ-બહાર દરમિયાન વાહનોની ઝડપ 40 કિમી પ્રતિ કલાક હશે, મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે. એક કલાક થશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version