News Continuous Bureau | Mumbai
Mumbai Coastal Road: મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર છે. મુંબઈ કોસ્ટલ રોડ ( Coastal road ) નો ત્રીજો તબક્કો આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે મરીન લાઇન્સથી વરલી સી લિંક સુધી સીધી નોન-સ્ટોપ મુસાફરી શક્ય બનશે.
Mumbai Coastal Road: 7 વાગ્યાથી આ લેન ટ્રાફિક માટે ખુલ્લી.
મળતી માહિતી મુજબ આજ સવારે 7 વાગ્યાથી આ લેન ટ્રાફિક માટે ખુલ્લી રહેશે. આ તબક્કો સપ્તાહ દરમિયાન સોમવારથી શુક્રવાર સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. પ્રોજેક્ટમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રહેશે.
Mumbai Coastal Road: શનિવાર અને રવિવારે આ તબક્કો બંધ રહેશે
અગાઉ બીજા તબક્કામાં મરીન લાઇન્સથી હાજીઅલી ( Hajiali ) સુધીનો માર્ગ ખુલ્લો મુકાયો હતો. તેથી, પ્રથમ તબક્કામાં બિંદુ માધવ ચોક વર્લીથી મરીન લાઇન્સ સુધીનો કોસ્ટલ રોડ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે સોમવારથી શુક્રવાર સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી ટ્રાફિક માટે ખુલ્લું રહેશે. તેમજ પ્રોજેકટના બાકી કામો પૂર્ણ કરવા માટે શનિવાર અને રવિવારે આ તબક્કો બંધ રહેશે
Mumbai Coastal Road: આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો
ચોથો તબક્કો ત્રણ સપ્તાહમાં પૂર્ણ થવાની ધારણા છે. આનાથી ડ્રાઇવરો મરીન લાઇન્સથી બાંદ્રા અને બાંદ્રાથી મરીન લાઇન્સ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછા સમયમાં કવર કરી શકશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં આવેલ આ પ્રોજેક્ટ ધર્મવીર સ્વરાજ રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ), શામળદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ) ફ્લાયઓવરથી રાજીવ ગાંધી સાગરી સેતુ (બાંદ્રા-વરલી સી લિંક) સુધી ફેલાયેલો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુંબઈમાં ટ્રાફિક ( Traffic ) ની સમસ્યાને હલ કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો: Tomato Price Hike: લાલચટ્ટાક ટામેટા પેટ્રોલથી પણ મોંઘા, મુંબઈમાં ટામેટાએ ફટકારી સદી; ગૃહિણીઓનું બજેટ ખોરવાયું..
Mumbai Coastal Road: મુસાફરી માત્ર 15 મિનિટમાં થઈ શકશે
મુંબઈ કોસ્ટલ રોડનું કામ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. 10.58 કિમી કોસ્ટલ રોડ અને 4.5 લાંબા બાંદ્રા-વરલી સી લિંકને જોડતા ગર્ડરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેના કારણે બાંદ્રાથી દક્ષિણ મુંબઈની મુસાફરી માત્ર 15 મિનિટમાં થઈ શકશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો 70 ટકા સમય બચશે. આ સાથે 34 ટકા ઈંધણની પણ બચત થશે. કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ વેને ભીડ ઘટાડવામાં પણ મદદ કરશે. વર્લી સી-લિંક માર્ગ પણ 15 ઓગસ્ટ સુધીમાં ખોલવામાં આવે તેવી શક્યતા છે