ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારે ૧૫મી ફેબ્રુઆરીથી કોલેજ શરૂ કરવા માટે કોલેજના પ્રશાસનને અનુમતિ આપી દીધી છે. જોકે એવી શરત લાદવામાં આવી હતી કે જે કોલેજ અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ પોતાનું કામકાજ શરૂ કરવું હોય તેણે મહાનગર પાલિકા તેમજ કલેકટર ની પરવાનગી લેવાની રહેશે.
આ અનુસંધાને અને કોલેજોએ જે તે મહાનગરપાલિકા અને કલેક્ટર નો સંપર્ક સાધ્યો છે.જોકે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આ મામલે મગનું નામ મરી પાડતી નથી. કોલેજો શરૂ કરવા સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી કોઈ પરિપત્ર જાહેર કર્યું નથી. આ ઉપરાંત કોઈપણ કોલેજ સંદર્ભે નિર્ણય લીધો હોય તેવી માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગર પાલિકાનું નરોવા અને કુંજરોવા જેવા વર્તન ને કારણે. તમામ કોલેજો વિચારમાં પડી ગઈ છે કે તેમણે સોમવારથી કોલેજ ખોલવી કે નહીં? આથી કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થીઓને હજી સુધી કોઈ સંદેશ મોકલ્યા નથી.
આમ શૈક્ષણિક સંસ્થાઓમાં અનિશ્ચિતતાની સ્થિતિ પ્રવર્તે છે.
