Site icon

બી.એમ.સી ની ચૂંટણીઓ નજીક આવતા જ સત્તાનો કકળાટ શરૂ…  શું વોર્ડમાં ફેરબદલ કરવા જરૂરી છે..!?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

21 ડિસેમ્બર 2020

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, એટલે વિવિધ પાર્ટીઓ તરફથી પોતાના પક્ષમાં વધુને વધુ વોટ પડે એ માટેની રણનીતિ રચાઇ રહી છે. જ્યારે ભાજપ સત્તામાં હતો ત્યારે બીએમસી ને ધ્યાનમાં રાખી શહેરના વોર્ડની ફેર રચના કરી હતી. આનાથી ભાજપને મોટો લાભ પણ થયો હતો. તેના વધુમાં વધુ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. એટલે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ મહા વિકાસ આઘાડી સરકારે વોર્ડની ફરી રચના કરવાની માગણી  મુંબઈ મનપામાં કરી છે.

આજથી પહેલા 2017માં ની ચૂંટણી યોજાઇ હતી એ સમયે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી.  આ જ મતભેદને ધ્યાનમાં રાખી ભાજપે ત્યારે બોર્ડમાં ફેરબદલ કર્યા હતા. ખાસ કરીને લઘુમતી વાળા વોર્ડનું વિભાજન કરી ચૂંટણી નો ફાયદો ઉઠાવ્યો હતો. 

હવે મહારાષ્ટ્રમાં સત્તામાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે અને પોતાની સત્તાનો ફાયદો આ પક્ષો પણ ઉઠાવવા માંગે છે અને આથી જ તેમણે વોર્ડની ફરી રચના કરવાની માંગ કરી છે. જેથી પોતાના વધુને વધુ નગરસેવકો ચૂંટાઈ આવે. બીજી બાજુ એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું મનપાના વોર્ડની નવેસરથી રચના કરવાથી સત્તાપક્ષ જીતી શકશે? એનો જવાબ તો આગામી દિવસોમાં ચૂંટણી બાદ જ મળશે..

First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Exit mobile version