ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
21 ડિસેમ્બર 2020
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, એટલે વિવિધ પાર્ટીઓ તરફથી પોતાના પક્ષમાં વધુને વધુ વોટ પડે એ માટેની રણનીતિ રચાઇ રહી છે. જ્યારે ભાજપ સત્તામાં હતો ત્યારે બીએમસી ને ધ્યાનમાં રાખી શહેરના વોર્ડની ફેર રચના કરી હતી. આનાથી ભાજપને મોટો લાભ પણ થયો હતો. તેના વધુમાં વધુ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. એટલે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ મહા વિકાસ આઘાડી સરકારે વોર્ડની ફરી રચના કરવાની માગણી મુંબઈ મનપામાં કરી છે.
આજથી પહેલા 2017માં ની ચૂંટણી યોજાઇ હતી એ સમયે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી. આ જ મતભેદને ધ્યાનમાં રાખી ભાજપે ત્યારે બોર્ડમાં ફેરબદલ કર્યા હતા. ખાસ કરીને લઘુમતી વાળા વોર્ડનું વિભાજન કરી ચૂંટણી નો ફાયદો ઉઠાવ્યો હતો.
હવે મહારાષ્ટ્રમાં સત્તામાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે અને પોતાની સત્તાનો ફાયદો આ પક્ષો પણ ઉઠાવવા માંગે છે અને આથી જ તેમણે વોર્ડની ફરી રચના કરવાની માંગ કરી છે. જેથી પોતાના વધુને વધુ નગરસેવકો ચૂંટાઈ આવે. બીજી બાજુ એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું મનપાના વોર્ડની નવેસરથી રચના કરવાથી સત્તાપક્ષ જીતી શકશે? એનો જવાબ તો આગામી દિવસોમાં ચૂંટણી બાદ જ મળશે..