ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મુંબઈ શહેરમાં બહુ ઝડપથી કોરોના વધી રહ્યો છે.મુંબઈ વાસી હોવાને કારણે જેટલા ચિંતિત છે તેનાથી વધુ મુંબઈ શહેરની પાડોશના વિસ્તારો ચિંતિત છે.વાત એમ છે કે મુંબઈ શહેરમાં ધંધા-રોજગાર ની આવશ્યકતા ને કારણે થાણા, નવી મુંબઈ, નાસિક, કલ્યાણ, ડોમ્બીવલી અને પૂના તેમજ મીરારોડ – ભાયંદર, વસઈ – વિરાર વિસ્તાર માંથી લોકો દૈનિક મુંબઈ શહેરમાં આવતા હોય છે.
મુંબઈમાં કોરોના નો આંકડો વધવાને કારણે આ વિસ્તારની મહાનગરપાલિકાઓ ચિંતામાં છે. તેમનું માનવું છે કે જે લોકો મુંબઈ શહેરમાં નોકરી કરવા આવે છે તેઓ પોતાની સાથે કોરોના પણ લઈને આવે છે.
મુંબઈ શહેરમાં પ્રવેશ કરવો છે? હવે આ નવા નિયમો લાગુ થયા છે. જાણી લો…
આ તમામ વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
થાણામાં અત્યારે 237, થાણા મહાનગરપાલિકાની હદમાં 516, નવી મુંબઈમાં 367, કલ્યાણ અને ડોમ્બીવલી માં 637, જ્યારે કે વસઈમાં 74 કોરોના ના કેસ નોંધાયા છે. માત્ર છેલ્લા પંદર દિવસની અંદર અહીં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. એટલે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 15 દિવસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.
આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે મુંબઈની આસપાસ ની મહાનગરપાલિકાઓ હવે મુંબઈ પ્રત્યે વધુ સાવધાન થઈ જાય. તેમજ આ સંદર્ભે કોઈ કડક પગલાં ઉચકે.