Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરા માથે કોરોના સંકટ યથાવત. શહેરમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટી, મૃત્યુઆંકમાં કોઈ સુધારો નહીં; જાણો આજના તાજા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

શુક્રવાર.

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને આજે કોરોના મુક્ત લોકોની સંખ્યા પણ વધુ છે. શહેરમાં ગુરુવારે કોરોનાના 1,384 નવા દર્દીઓ મળી આવ્યા છે. જે ગઈ કાલ કરતા પણ ઓછી છે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,384 નવા કેસ આવ્યા તેમજ 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,041,747 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,581 થઈ ગયો છે. આ દરમિયાન 5,686  દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે   10,04,384 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ 96 ટકા પર યથાવત રહ્યું છે. 

 

મુંબઈમાં ગુરુવારે 42,570 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1384 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 184 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,162 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 827 બેડમાંથી માત્ર 2,927 બેડ નો ઉપયોગ થયો છે. 

શહેરમાં 28 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 18,040 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 194 દિવસ થયો છે. 

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version