ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના નો ખતરો વધી રહ્યો છે તેવા સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર વચ્ચે મહત્ત્વની બેઠક થઈ છે. આ બેઠક બાદ કોઈપણ પ્રકારની વિશેષ જાહેરાત કરવામાં આવી નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ત્યારે લાગુ કરવામાં આવશે જ્યારે શહેરમાં કોરોના ના કેસ સતત વધ્યા કરશે.
તો શું છે નવા પ્રસ્તાવિત નિયમો
૧. આખા મુંબઈ શહેર પર લોકડાઉન લગાવવાના સ્થાને જે વિસ્તારમાં કોરોના ના કેસ વધે છે તે વિસ્તારને સીલ કરવામાં આવશે.
૨. જે વિસ્તારને સીલ કરવામાં આવશે તેની આસપાસની દુકાનોના વર્કિંગ અવર્સ ને નિયંત્રિત કરવામાં આવશે તેમજ શક્ય હોય તો દુકાનો બંધ રાખવામાં આવશે
૩. આ પગલાં લેવાનો અધિકાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી પાસે હશે
૪. આમ આખા મુંબઈમાં લોકડાઉન લગાવવાના સ્થાને અલગ-અલગ વિસ્તારમાં કડક લોકડાઉન લાગશે.
