Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઘટી રહી છે કોરોનાની રફ્તાર, શહેરમાં નવા દર્દીઓની સરખામણીએ રિકવર થનારા દર્દીઓનું પ્રમાણ વધારે; જાણો આજના આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના હવે સ્થિર થઇ રહ્યો છે. શહેરમાં નવા દર્દીઓની સરખામણીએ  રિકવર થવાનું પ્રમાણ વધારે હોવાથી મુંબઈમાં કોરોના નિયંત્રણ તરફ છે. આથી મુંબઈગરા માટે રાહત છે.  પરંતુ કાળજી રાખવી જરૂરી છે.  મુંબઈમાં આજે કોરોનાન નવા 5708 કેસ નોંધાયા છે અને 12 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5708 નવા કોરોના કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,023,707 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,500 થઈ ગયો છે. મુંબઈમાં, છેલ્લા ચોવીસ કલાકમાં 15,440 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુંબઈમાં સંક્રમિત દર્દીઓમાંથી સાજા થનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ ટકા વધુ છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,82,425 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને 96 ટકા થયું છે. હાલ શહેરમાં કોરોનાના 22,103 સક્રિય કેસ છે. 

મુંબઈમાં ગુરુવારે 53,203 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી  5708 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 550 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 093 બેડમાંથી માત્ર 4,057 બેડનો ઉપયોગ થયો છે. શહેરમાં 44 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. 

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version