News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના જુહુ બીચ(Juhu Beach) પર એક ગોઝારો અકસ્માત બન્યો છે. અહીં એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે જુહુ બીચ પર ફરવા માટે ગયો હતો. તે સમયે સમુદ્ર કિનારાથી 500 મીટર દૂર એક બાળક નાની હોડીમાં માછલી પકડી રહ્યો હતો. તે સમયે પાણીનું વહેણ આવી જતા તે ઉછળી પડયો હતો અને પાણીમાં પડી ગયો હતો. આ બાળકને બચાવવા માટે પરિવાર સાથે ફરવા આવેલો વ્યક્તિ જુહુ બીચના પાણીમાં ઊતર્યો પરંતુ તે પોતે ડૂબી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો
અનેક કલાકોની શોધખોળ કર્યા પછી આશરે પાંચ કિલોમીટર દૂર તે વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. આ તબક્કે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ વધુ એક વખત ચેતવણી આપી છે કે ચોમાસા(monsoon)ના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ દરિયામાં જવું નહીં