માત્ર 10 દિવસ અને કેસની સંખ્યા 20 ગણી, ખતરનાક કોરોનાની છેતરામણી ચાલ; જાણો છેલ્લા દસ દિવસના આંકડા અહીં

ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર.  

મહારાષ્ટ્રમાં હવે ફરી એકવાર કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8,067 નવા કોરોના કેસ નોંધાયા છે, ત્યારે મુંબઈમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. મુંબઈમાં 5,631 કેસ નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્ર માં ઓમિક્રોનના સૌથી વધારે કેસ છે તથા દિનપ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે જે ત્રીજી લહેરનો સંકેત આપે છે. મુંબઈમાં પણ કોરોના ગતિ પકડી રહ્યો છે. 

ગઈ કાલે 47,472 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 5631 પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે એ સામે  548 કોરોનાના દર્દી સાજા થયા છે. જોકે કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. 5631 પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 7,85,110 પર પહોંચી ગયો છે, જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 7,49,707 થઈ છે . 

નવા વર્ષની ગુડ મોર્નિંગ બેડ  ન્યૂઝ સાથે, મુંબઈમાં કોરોના નો પ્રચંડ એટલો કે લોકડાઉન ના ભણકારા :જાણો આજના તાજા  આંકડા અહીં 
 

જુઓ છેલ્લા દસ દિવસમાં કેટલા કેસ આવ્યા સામે 

તારીખ વાર કેસ
22/12/21  બુધવાર 490
23/12/21  ગુરુવાર 602
24/12/21  શુક્રવાર 683
25/12/21  શનિવાર 757
26/12/21  રવિવાર 922
27/12/21  સોમવાર 809
28/12/21  મંગળવાર 1377
29/12/21  બુધવાર 2510
30/12/21  ગુરુવાર 3671
31/12/21  શુક્રવાર 5631

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *