મુંબઈ શહેર માં 31મી ડિસેમ્બર કોરોનાનીજ… તપાસણી ઘટાડી તોય કેસ વધારે આવ્યા. ઓમીક્રોન ના પણ 200 જેટલા કેસ નોંધાયા. તાજા આંકડા જાણી ચોંકી જશો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021              

શુક્રવાર

મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3671 કેસ નોંધાયા છે. જોકે સારા સમાચાર એ છે કે એક પણ દર્દીનું મોત થયું નથી. આ તાજા આંકડાની સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 11,360 થઈ ગઈ છે.

  • શહેરમાં છેલ્લા 24 કલાકમાં 371 દર્દીઓ સ્વસ્થ થયા છે.
  • હાલ કોરોનાના 11,360 દર્દી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
  • ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા 7 દિવસમાં દૈનિક ધોરણે કેસ માં વધારે થઈ રહ્યોં છે.

 

તારીખ

વાર

કેસ

23/12/21

ગુરુવાર

602

24/12/21

શુક્રવાર

683

25/12/21

શનિવાર

757

26/12/21

રવિવાર

922

27/12/21

સોમવાર

809

28/12/21

મંગળવાર

1377

29/12/21

બુધવાર

2510

 

ઉપરના કોઠાથી સ્પષ્ટ થાય છે કે માત્ર નવ દિવસમાં મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા ૧૦ ગણી થઈ છે. આથી આવનાર દિવસો માં પણ પરિસ્થિતી વણસી શકે છે.

  • ચોંકાવનારી વિગત એમ છે કે છેલ્લા 24 કલાક માં 190 જેટલા  ઓમીક્રોનના કેસ નોંધાયા છે.

મુંબઈ શહેર માં આવી ખરાબ પરિસ્થિતીને કારણે લોકોએ સતર્ક રહેવાની જરુર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More