ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મુંબઈમાં કોરોના ની રફતાર બિલકુલ લોકલ ટ્રેન ની ઝડપે આગળ વધી રહી છે. લોકલ ટ્રેનમાં જેમ એક પછી બીજું સ્ટોપ આવતું જ જાય તે રીતે કોરોના ના દર્દીઓ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે લોકલ ટ્રેનમાં ઓછા પ્રવાસીઓ સફર કરે એ માટે ઓફિસની અંદર ૫૦ ટકા હાજરી નો કાયદો લાગુ કર્યો. જો કે આવું કરવાથી મુંબઈની લોકલ ટ્રેનમાં આશરે બે લાખ જેટલા પ્રવાસીઓ ઓછા થઈ ગયા. પરંતુ રાજ્ય સરકારનું માનવું છે કે લોકલ ટ્રેનમાં વૈદિક ધોરણે 35 લાખ લોકો સફર કરે છે તે જોખમી છે.
મહારાષ્ટ્રમાં આટલા મહિનામાં સર્વે કોઈને વેક્સિન મળી જશે.
હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આગામી પાંચ દિવસ સુધી દરેક વસ્તુને ચકાસવામાં આવશે. આ માટે રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ વધારવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનાર આ કવાયત બાદ જે આંકડા સામે આવશે તેનાથી રાજ્ય સરકાર અને રેલવે ઓથોરિટીને અંદાજ આવી જશે કે કેટલા કોરોના ગ્રસ્ત લોકો લોકલ ટ્રેનમાં સફર કરી રહ્યા છે. ત્યાર બાદ રાજ્ય સરકાર આ સંદર્ભે કોઈ કડક પગલા ઊંચકશે.
આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?