ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને નિર્દેશક અને મહારાષ્ટ્રના પોલીસ કમિશનર પરમવીર સિંહ એ બંને પોતાના પદ પરથી છુટા થાય તેવી શક્યતા હતી. હવે જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે.
મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે બોમ્બ ભરેલી ગાડી મુકવા સંદર્ભે પહેલી વિકેટ પડી છે. મહારાષ્ટ્ર ના પોલીસ કમિશનર પરમવીર સિંહનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
ગત ૨૪ કલાક પહેલા સુધી પરમવીર સિંહ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. ગૃહ મંત્રી ને અભય દાન મળી ગયું ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ વિભાગને આખા પ્રકરણની કિંમત ચૂકવવી પડશે. હવે તેવું થયું છે.
મુંબઈ પોલીસ કમિશનર તરીકે હેમંત નગરાલે સૌથી આગળ છે. જો કે આ સંદર્ભે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી.
પોલીસ વિભાગમાં થયેલા બદલાવ નીચે મુજબ છે….
सरकारचा मोठा निर्णय
श्री हेमंत नगराळे होणार नवे मुंबई पोलीस आयुक्त
श्री रजनीश शेठ यांच्या कडे पोलीस महासंचालक महाराष्ट्र राज्य या पदाचा अतिरिक्त कार्यभार
श्री संजय पांडे यांच्या कडे महाराष्ट्र राज्य सुरक्षा महामंडळाची जवाबदारी
श्री परमवीर सिंह यांच्या कडे गृह रक्षक दलाची जवाबदारी
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) March 17, 2021