News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ હવે પોતાનું ધ્યાન ઓટો રીક્ષા અને ટેક્સીવાળા તરફ કર્યું છે. રેલવે સ્ટેશનોની બહાર પ્રવાસીઓને હેરાન કર્યા તો આવી બનશે એવી ચેતવણી તેમણે ઓટો રીક્ષા અને ટેક્સી યુનિયનને આપી છે.મુંબઈમાં પોલીસ કમિશનરે પદ સંભાળવાની સાથે જ મુંબઈગરાની સમસ્યાઓ પર ધ્યાન આપવા માંડયુ છે. રસ્તા પરની ટ્રાફિકની સમસ્યાથી લઈને ગમે ત્યાં વાહનો પાર્ક કરવાના સામે આંખ લાલ કર્યા બાદ હવે ટેક્સી, રિક્ષાવાળા પર તેમણે ધ્યાન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે
રેલવે સ્ટેશનની બહાર ઊભા રહેલા ઓટો, ટેક્સીવાળા દ્વારા ભાડું નકારવા થી લઈને તેમના દ્વારા પ્રવાસીઓની થતી હેરાનગતીની ફરિયાદ બાદ તેમણે યુનિયન સાથે ચર્ચા કરી હતી, જેમાં પ્રવાસીઓને કોઈ પ્રકારનો ત્રાસ થવો જોઈએ નહીં અને નિયમોનું પાલન કરવું એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે ચેતવણી આપી છે
આ દરમિયાન તેમણે ટેક્સી-ઓટો રિક્ષાના યુનિયન દ્વારા અદ્રશ્ય થઈ ગયેલા ટેક્સી-રીક્ષા સ્ટેન્ડ બાબતે પણ તેમણે ચર્ચા કરી હતી.
