News Continuous Bureau | Mumbai
Mumbai Crime: ડીએન નગર પોલીસે ( D N Nagar Police ) મંગળવારે એક 40 વર્ષીય ગુજરાતી ફિલ્મ અભિનેતા અને નિર્માતાની ( Gujarati film Producer ) ધરપકડ કરી છે. જેમાં તેણે 17 વર્ષની છોકરીને ( Young girl ) ફિલ્મમાં કામ કરવાની તક આપવાના બહાને સગીરની કથિત રીતે છેડતી ( molestation ) કરી હતી. આ અંગે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ ( POCSO ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સગીર ગુજરાતની રહેવાસી છે. આરોપી પણ ગુજરાતનો ( Gujarat ) રહેવાસી છે પરંતુ હાલ અંધેરીમાં ( Andheri ) રહે છે. આરોપી પીડિતાના કાકાનો ઓળખીતો હતો. કોઈ ફિલ્મમાં અભિનય કરવાની તક અપાવશે, તેવી આશાએ સગીરાનો આરોપી સાથે પરિચય થયો હતો. સોમવારે આરોપીઓએ અંધેરીમાં એક હોટલના રૂમમાં એકલી રહેલ સગીરાનો ફાયદો ઉઠાવીને તેની છેડતી કરી હતી. એવો આરોપ પોલિસ કેસમાં કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં આ ફિશીંગ બોટના સ્ટોરેજ રુમમાં ગેસ જનરેટ થતાં બે કામદારોના મોત… આટલા લોકો થયા ઘાયલ..
સગીરની ફરિયાદ બાદ પોલિસે કેસ નોંધ્યો…
સગીરની ફરિયાદ બાદ, પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (તેની નમ્રતા પર અત્યાચાર કરવાના હેતુથી હુમલો) અને POCSO (બાળકોનું રક્ષણ) કલમ 8 (જાતીય સતામણી), 12 (બાળક પર જાતીય હુમલો) હેઠળ કેસ નોંધ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારી મિલિંદ કુરડેએ જણાવ્યું હતું કે, “આ વ્યક્તિએ ગુજરાતનો અભિનેતા અને નિર્માતા હોવાનો દાવો કર્યો છે. ” તેણે હોટલના રૂમમાં સગીરા પર જાતીય હુમલો કર્યો હતો.