News Continuous Bureau | Mumbai
Mumbai Crime: બાંદ્રા પોલીસે ( Bandra Police ) જણાવ્યું હતું કે મેક્સિકોથી ( Mexico ) મુંબઇ મોડેલ ( model ) બનવા આવેલી અને ડીજે ઓપરેટર ( DJ Operator ) તરીકે કામ કરતી ૩5 વર્ષીય મહિલા પર તેના સાથીદારે તેના પર બળાત્કાર ( Rape ) ગુજારવાનો આરોપ છે , આ મામલામાં આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 27 નવેમ્બરે નોંધાયેલી વિદેશી નાગરિકની ( foreign citizen ) ફરિયાદના આધારે પ્રતીક પાંડેની ( Pratik Pandey ) બે દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી.
FIR અનુસાર, બંને 2017માં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પાંડેએ મહિલાને તેની પાર્ટી અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝિંગ કંપનીમાં ડીજે તરીકે નોકરીની ઓફર કરી હતી. ધીરે ધીરે, તેઓ રોમેન્ટિક રીતે રિલેશશીપમાં સંકળાવવા લાગ્યા.
જુલાઈ 2019 માં, આરોપીએ કથિત રીતે ફરિયાદી પર તેના બાંદ્રા સ્થિત ઘરમાં બળજબરી કરી હતી. ત્યારપછી, આરોપીએ તેની સાથે ઘણી વખત બળજબરી, જાતીય સતામણી કરી હતી અને જો ફરિયાદી તેનું પાલન નહીં કરે તો તેને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આરોપીએ આપી હતી.
આખરે 2022 માં ફરિયાદીને નોકરીમાંથી બરતરફ કરી હતી…
2020 માં પાંડેના લગ્ન થયા પછી પણ, આરોપીએ મહિલા પાસેથી જાતીય સંબંધો બાંધવાની માંગ કરવાનું ચાલુ રાખ્યું અને આખરે 2022 માં તેણીને નોકરીમાંથી બરતરફ કરી હતી. બાદમાં જ્યારે પાંડેને ખબર પડી કે પીડિતા અન્ય પુરુષ સાથે પ્રેમમાં છે ત્યારે તેણે બંનેને ધમકી આપી હતી. એફઆઈઆર અનુસાર, ઓગસ્ટ 2023માં પાંડેએ ફરી એકવાર ઓટોમાં મહિલા સાથે યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ શહેરના આ ચાર શાક માર્કેટનું થશે નવનિર્માણ…મળશે આ સુવિધાઓ… જાણો શું છે આ સંપુર્ણ યોજના.. વાંચો અહીં..
પીડિતાના વકીલ અરબાઝ પઠાણે કહ્યું કે, “આ જ પ્રકારના શોષણનો સામનો કરી રહેલી અન્ય ઘણી વિદેશી મહિલાઓએ અમારો સંપર્ક કર્યો છે. તેઓ પોલીસને ( Mumbai Police ) નિવેદન આપવા તૈયાર છે. પાંડેનું પ્રતિનિધિત્વ કરતા, વકીલ અક્ષય ગોસાવીએ દાવાને નકારી કાઢતા કહ્યું, “મહિલા મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડિત છે, જેણે તેણીને આ પગલા (કેસ દાખલ કરવા) માટે ફાળો આપ્યો હતો. આ સહમતિથી બનેલું પ્રકરણ હતું અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને 377 (અકુદરતી અપરાધો) નો દુરુપયોગ થયો હતો.