News Continuous Bureau | Mumbai
Mumbai Crime: મુંબઈમાં મોબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. નજીવી બાબતને કારણે કેટલાક લોકોએ એક વ્યક્તિને એટલો માર માર્યો કે તેનું મોત નીપજ્યું. આ વિવાદ વાહનને ઓવરટેક કરવાને લઈને થયો હતો. જેમાં એક યુવકને કેટલાક લોકોએ ઢોર માર માર્યો હતો.
Mumbai Crime: જુઓ વિડીયો…
A Maharashtra Navnirman Sena (#MNS) worker has been murdered in #Malad East, a western suburb of #Mumbai, causing a sensation in the area. The MNS has raised questions over the police investigation into the matter.
Akash Maeen (27), an MNS worker from the #Dindoshi area of Malad… pic.twitter.com/uw1IMkXPYf
— Hate Detector 🔍 (@HateDetectors) October 14, 2024
Mumbai Crime: રસ્તામાં કારને ઓવરટેક કરવા બાબતે થયો વિવાદ
આ ઘટનાને લઈને જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે હૃદયને હચમચાવી નાખે તેવો છે. ઘટના અંગે માહિતી આપતાં દિંડોશી પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ આકાશ છે. રસ્તામાં કારને ઓવરટેક કરવા બાબતે આકાશનો કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઝઘડો થતો જોઈને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ભીડમાંથી કેટલાક લોકોએ મૃતક પર હાથ સાફ કર્યા હતા.
Mumbai Crime: 9 આરોપીઓની ધરપકડ કરી
હવે આ મામલે મુંબઈની દિંડોશી પોલીસે હત્યાનો કેસ નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભીડ એક વ્યક્તિને ઢોર માર મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા પણ દેખાઈ રહી છે જે તેને બચાવવા માટે પીડિત પર સુઈ ગઈ છે અને અન્ય વ્યક્તિ હાથ જોડીને ભીડની માફી માંગી રહી છે અને લોકો તેને પણ મારી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Baba Siddiqui Murder: એનસીપી નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ દરમિયાન અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી, હાલ હોસ્પિટલમાં દાખલ..
Mumbai Crime: મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા પર ઉઠયા સવાલો
આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આટલા સમય સુધી ટોળાએ યુવકને માર માર્યો તો પોલીસ ક્યાં હતી, તે સમયે ડીંડોશી વિસ્તારમાં એક પણ પેટ્રોલિંગ ટીમ ફરતી ન હતી. જો પોલીસ સમયસર પહોંચી હોત તો કદાચ યુવાનનો જીવ બચાવી શકાયો હોત. ટોળાએ જે રીતે યુવકને ઢોર માર માર્યો તે ફરી એકવાર રાજધાની મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)