News Continuous Bureau | Mumbai
Mumbai Crime: બોરિવલીમાં બુધવારે સવારે ચાલતી ઓટો રિક્ષામાં 29 વર્ષીય યુવતીની કથિત છેડતીની ઘટના પ્રકાશમાં આવી હતી. બોરીવલી પોલીસે આ મામલે કેસ નોંધીને ઓટોરિક્ષા ચાલક સહિત આરોપીઓની ધરપકડ કરી હતી.
વિગતવાર માહિતી મુજબ, પીડિતા પોઈસરથી ( Borivali ) બોરીવલી સ્ટેશન શેરિંગ ઓટોમાં જઈ રહી હતી. પોઈસર બસ ડેપો પાસે અન્ય એક મુસાફર આવીને ઓટોમાં બેસી ગયો હતો, જે નશાની હાલતમાં હતો. આરોપ છે કે ઓટોમાં ( Auto Rickshaw ) બેસતાની સાથે જ તેણે મહિલાઓ વિશે વાંધાજનક વાતો શરૂ કરી દીધી હતી. તેમજ પીડીતા સાથે છેડતી ( molestation ) કરવાનું શરૂ કર્યું. જો કે, પીડીતાએ આનો વિરોધ કર્યો હતો અને ઓટો ચાલકને ઓટો રોકવા કહ્યું હતું. પરંતુ ઓટો ચાલક ( Auto driver ) તેની અવગણના કરતો રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.
Mumbai Crime: યુવતીએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને અચાનક ચાલતી ઓટોમાંથી કૂદી પડી હતી..
ઓટો રોકાવાનો નથી એ જાણી યુવતીએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને અચાનક ચાલતી ઓટોમાંથી કૂદીને રસ્તા પર આવી ગઈ હતી. ચાલતી ઓટોમાંથી કુદી પડતા પીડીતાને ઈજા થઈ હતી. આ તમામ ઘટના જોતા ત્યાં હાજર એક કોન્સ્ટેબલે તરત જ ઓટોને રોકી હતી અને ઓટોચાલક તથા તેની અંદર રહેલી આરોપીની પૂછપરછ કરી હતી. કોન્સ્ટેબલે આ અંગે બોરીવલી પોલીસને ( Borivali Police ) પણ જાણ કરી હતી. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.