Mumbai Crime: બોરિવલીમાં ચાલતી ઓટોમાં યુવતીની છેડતી, જીવ બચાવવા યુવતી ચાલતી ઓટોમાંથી કૂદી પડી, બે આરોપીની ધરપકડ..

Mumbai Crime: બોરિવલી વિસ્તારમાં ચાલતી ઓટો રિક્ષામાં 29 વર્ષીય યુવતીની કથિત છેડતીની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં યુવતીએ ઓટો રિક્ષા ચાલકને રિક્ષા રોકવા માટે કહ્યું હતું કે જો કે ઓટોચાલકે આ વાતને અવગણતા. યુવતી રિક્ષામાંથી કુદી પડી હતી. જાણો શું છે આ સમ્રગ મામલો..

by Bipin Mewada
Mumbai Crime Girl molested in moving auto in Borivali, girl jumped from moving auto to save her life, two accused arrested..

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: બોરિવલીમાં બુધવારે સવારે ચાલતી ઓટો રિક્ષામાં 29 વર્ષીય યુવતીની કથિત છેડતીની  ઘટના પ્રકાશમાં આવી હતી. બોરીવલી પોલીસે આ મામલે કેસ નોંધીને ઓટોરિક્ષા ચાલક સહિત આરોપીઓની ધરપકડ કરી હતી. 

વિગતવાર માહિતી મુજબ, પીડિતા પોઈસરથી ( Borivali ) બોરીવલી સ્ટેશન શેરિંગ ઓટોમાં જઈ રહી હતી. પોઈસર બસ ડેપો પાસે અન્ય એક મુસાફર આવીને ઓટોમાં બેસી ગયો હતો, જે નશાની હાલતમાં હતો. આરોપ છે કે ઓટોમાં ( Auto Rickshaw ) બેસતાની સાથે જ તેણે મહિલાઓ વિશે વાંધાજનક વાતો શરૂ કરી દીધી હતી. તેમજ પીડીતા સાથે છેડતી ( molestation ) કરવાનું શરૂ કર્યું. જો કે, પીડીતાએ આનો વિરોધ કર્યો હતો અને ઓટો ચાલકને ઓટો રોકવા કહ્યું હતું. પરંતુ ઓટો ચાલક ( Auto driver ) તેની અવગણના કરતો રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.

 Mumbai Crime: યુવતીએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને અચાનક ચાલતી ઓટોમાંથી કૂદી પડી હતી..

ઓટો રોકાવાનો નથી એ જાણી યુવતીએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને અચાનક ચાલતી ઓટોમાંથી કૂદીને રસ્તા પર આવી ગઈ હતી. ચાલતી ઓટોમાંથી કુદી પડતા પીડીતાને ઈજા થઈ હતી. આ તમામ ઘટના જોતા ત્યાં હાજર એક કોન્સ્ટેબલે તરત જ ઓટોને રોકી હતી અને ઓટોચાલક તથા તેની અંદર રહેલી આરોપીની પૂછપરછ કરી હતી. કોન્સ્ટેબલે આ અંગે બોરીવલી પોલીસને ( Borivali Police ) પણ જાણ કરી હતી. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More