Site icon

Mumbai Crime: કાંદિવલીમાં લિવ ઈન રિલેશનમાં રહેતા પાર્ટનરની હત્યા કરી.. આત્યમહત્યાનો પ્રયાસ..

Mumbai Crime: કાંદિવલીમાં લિવ ઈન રિલેશનમાં રહેતા આરોપીએ પોતાની પાર્ટનરની હત્યા કરી હતી. કુરાર પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

Mumbai Crime Live in relationship partner killed in Kandivali.. Attempted murder..

Mumbai Crime Live in relationship partner killed in Kandivali.. Attempted murder..

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: કાંદિવલીમાં ( Kandivali ) એક હત્યા અને આત્મહત્યાની ઘટના ( suicide incident ) પ્રકાશમાં આવી છે. કાંદિવલીમાં લિવ ઇન રિલેશનમાં રહેતી તેની 29 વર્ષીય પાર્ટનરની હત્યા કર્યા બાદ, આરોપીએ પોતાનો જીવ ટૂંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેમાં હાલ આરોપીની હાલત નાજુક છે. કુરાર પોલીસે ( Mumbai Police ) ચાલીસ વર્ષીય આરોપી સામે હત્યાનો કેસ ( murder case ) નોંધ્યો છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, પીડીતા છેલ્લા ત્રણ મહિનાથી કાંદિવલી પૂર્વના શાંતિ નગરમાં ભાડે રહેતી હતી. તે પુણેમાં રહેતા તેના પતિથી અલગ થઈ ગઈ હતી. આરોપી પણ લિવ ઈન રિલેશનમાં ( live in relationship ) પિડીતા સાથે રહેતો હતો. જ્યારે આરોપી તેના વતન ગયો ત્યારે પિડીતાને ખબર પડી હતી કે, પુણેમાં રહેતો તેનો પતિ બીમાર છે. તેથી પિડીતા તેના પતિને મુંબઈમાં પોતાની સાથે રહેવા લઈ આવી હતી.

 પિડીતાનો પતિ ઘરમાં હોવાથી આરોપી ગુસ્સે થયો હતો..

ત્રણ મહિના બાદ જ્યારે આરોપી તેના વતનથી મુંબઈમાં પરત ફર્યો હતો, ત્યારે તેણે પિડીતાના પતિને તેના ઘરમાં જોતા. તે પિડીતા પર ગુસ્સે થયો હતો અને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ, ગુરુવારે, આરોપી છરી લઈને ઘરમાં આવ્યો હતો અને પિડીતા પર હુમલો કર્રી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી આરોપીએ આત્યહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે પિ઼ડીતાનો પતિ નજીકમાં જ હતો. પરંતુ બીમારીના કારણે તે પત્નીની મદદ માટે આગળ આવી શક્યો ન હતો.

આ સમાચાર પણ વાંચો : Voice-Cloning Scam: મુંબઈમાં હોલિવુડની ફિલ્મી સ્ટાઈલમાં કરાઈ હાઈટેક છેતરપિંડી.. આટલા લાખની થઈ ઠગાઈ..

ઘટના બન્યા બાદ, સ્થાનિક રહેવાસીઓને જાણ થતા સ્થાનિકોએ કુરાર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જેમાં પિડીતાને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે આરોપીની હાલત હાલ ગંભીર છે. હાલ આ મામલે આરોપી કંઈ બોલવાની સ્થિતિમાં નથી. તેથી પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version