Mumbai Crime News। મુંબઈમાં મેડિકલ ઈન્સ્યોરન્સ કૌભાંડ ઓફિસ બોયના નામે ૫ લાખની નકલી પોલિસી ઉતારી સર્જરીનું ખોટું બિલ પધરાવ્યું, ડોક્ટર સહિત બે સામે ગુનો

Mumbai Crime News। મુંબઈમાં મેડિકલ ઈન્સ્યોરન્સ કૌભાંડ ઓફિસ બોયના નામે  ૫ લાખની નકલી પોલિસી ઉતારી સર્જરીનું ખોટું બિલ પધરાવ્યું, ડોક્ટર સહિત બે સામે ગુનો
Mumbai Crime News। મુંબઈમાં મેડિકલ ઈન્સ્યોરન્સ કૌભાંડ ઓફિસ બોયના નામે ૫ લાખની નકલી પોલિસી ઉતારી સર્જરીનું ખોટું બિલ પધરાવ્યું, ડોક્ટર સહિત બે સામે ગુનો

 

News Continuous Bureau | Mumbai

Mumbai Crime News। મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં તબીબી વીમા (Medical Insurance) ના નામે આચરવામાં આવેલું એક મોટું અને ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને તેના સાથીદારે મળીને પોતાની જ હોસ્પિટલના એક ભૂતપૂર્વ ઓફિસ બોયની ઓળખનો દુરુપયોગ કર્યો હતો. તેના નામે ૫ લાખની નકલી મેડિકલ પોલિસી લઈને કોઈ પણ પ્રકારની બીમારી કે સર્જરી વગર લાખો રૂપિયાનું નકલી બિલ પાસ કરાવી લીધું હતું. મેઘવાડી પોલીસે આ મામલે ખાનગી હોસ્પિટલના ડોક્ટર સહિત બે લોકો વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

નોકરી છોડ્યા બાદ કૌભાંડનો ભાંડો ફૂટ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી યુવક અગાઉ જોગેશ્વરીની એક ખાનગી હોસ્પિટલમાં ઓફિસ બોય તરીકે કામ કરતો હતો અને ગયા વર્ષે તેણે આ નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ હોસ્પિટલના જ એક વર્તમાન કર્મચારીએ ફોન કરીને ફરિયાદીને તેના મેડિકલ ઈન્સ્યોરન્સ વિશે પૂછપરછ કરી હતી. યુવકે જણાવ્યું કે તેણે ક્યારેય કોઈ વીમો લીધો જ નથી. જો કે, કર્મચારીએ ખુલાસો કર્યો કે હોસ્પિટલના ડોક્ટરે જ તેના નામે ઈન્સ્યોરન્સ પોલિસી લીધી છે. સંબંધિત દસ્તાવેજો સોશિયલ મીડિયા પર મેળવતા યુવક સ્તબ્ધ થઈ ગયો હતો, કારણ કે તેના નામે ખરેખર એક ખાનગી કંપનીમાંથી પોલિસી લેવાઈ હતી, જેમાં જે કંપનીનું નામ દર્શાવવામાંવામાં આવ્યું હતું ત્યાં યુવકે ક્યારેય કામ કર્યું નહોતું.

ખારઘરની હોસ્પિટલમાં નકલી સર્જરી અને લાખોનો ક્લેમ

શંકા જતાં ફરિયાદી યુવકે ઈન્સ્યોરન્સ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક સાધ્યો ત્યારે તેને વધુ મોટો આંચકો લાગ્યો હતો. વીમા કંપનીએ જણાવ્યું કે નવી મુંબઈના ખારઘરની એક હોસ્પિટલમાં યુવક પર એક જટિલ સર્જરી કરવામાં આવી હતી અને કેશલેસ સ્કીમ હેઠળ ₹૩.૫૬ લાખનો ક્લેમ મંજૂર કરાયો હતો, જેમાંથી ₹૬૬,૦૦૦ હોસ્પિટલના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ થઈ ચૂક્યા છે. કાગળ પર આ ઓપરેશન અન્ય એક ડોક્ટરે કર્યું હોવાનું દર્શાવાયું હતું. હકીકતમાં ફરિયાદી યુવક ક્યારેય તે હોસ્પિટલમાં દાખલ જ નહોતો થયો કે ન તો તેની કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હતી.

મોટા સંગઠિત તબીબી વીમા રેકેટની આશંકા

ભૂલાયેલા કે ભૂતપૂર્વ કર્મચારીના દસ્તાવેજો અને આઈડી પ્રૂફનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા આ આયોજનબદ્ધ છેતરપિંડીના ખેલ વિરુદ્ધ અંતે મેઘવાડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કાવતરું ઘડવા, છેતરપિંડી કરવા અને નકલી દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ સંબંધિત કલમો લગાવીને કેસ દાખલ કર્યો છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા છે કે આ એક મોટું સંગઠિત તબીબી વીમા કૌભાંડ હોઈ શકે છે, જેમાં હોસ્પિટલના અન્ય સ્ટાફ, એજન્ટો અને ડોક્ટરો પણ સામેલ હોઈ શકે છે. આરોપીઓએ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને અન્ય કર્મચારીઓના નામે પણ નકલી ક્લેમ પાસ કરાવ્યા છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં વસઈની ગટરમાંથી મળેલી લાશ અને આરે કોલોનીની હત્યા બાદ હવે આ વ્હાઇટ કોલર ક્રાઇમે ચિંતા વધારી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Crime News। મુંબઈમાં સનસનાટીભર્યો હત્યાકાંડ પ્રેમિકાએ જ પતિ અને ભાઈ સાથે મળીને પ્રેમીને પતાવ્યો, લાશ ડ્રમમાં ભરી ગટરમાં ફેંકી

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!