News Continuous Bureau | Mumbai
Mumbai Crime: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેમાં લોકસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે સતર્ક ચૂંટણી પ્રબંધન ટીમ દ્વારા શનિવારે રાત્રે મુંબઈ ઉપનગરોમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સમયે ટીમે મોટી રકમ ઝડપી પાડી હતી. ભાંડુપ ( Bhandup ) વિસ્તારમાં શનિવારે રાત્રે ચૂંટણી ટીમ દ્વારા પોલીસ નાકાબંધી હાથ ધરવામાં આવી હતી અને ગાડીઓની તપાસ કરી રહી હતી. આ સમયે સોનાપુર સિગ્નલ પર એક કારમાંથી મોટી રોકડ રકમ મળી આવી હતી. કારમાંથી મળી આવેલી રકમ ત્રણથી સાડા ત્રણ કરોડ જેટલી હોવાનો હાલ અંદાજ છે.
કારમાં રોકડ હોવાની જાણ થતાં કારને તાત્કાલિક ભાંડુપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તેમજ કારના પૈસા અહીં ગણવામાં આવ્યા હતા. આ રકમ સાડા ત્રણ કરોડની આસપાસ હોવાનો હાલ અંદાજ છે. તેમજ વધુ ખુલાસા માટે આવકવેરા વિભાગને ( Income Tax Department ) પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Shani In Purva Bhadrapada Nakshatra : 12 મેથી શનિની ચાલ બદલાશે; આ રાશિઓના જાતોકોનો શુભ સમય શરૂ થશે, નોકરી-ધંધામાં પ્રગતિ સાથે આવકમાં પણ થશે વધારો.
Mumbai Crime: આવકવેરા વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી..
વાસ્તવમાં, હાલ લોકસભાની ચૂંટણીને ( Lok Sabha Elections ) લઈને ગેરરીતીના વધતા મામલા અટકાવવા તેમજ મળતી માહિતીના આધારે કામગીરી કરતા ચૂંટણી ટીમ તરફથી ભાંડુપના સોનાપુર સિગ્નલ પાસે પોલીસ નાકાબંધી કરવામાં આવી હતી. આ સમયે, પોલીસે એટીએમમાં પૈસા ભરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનને અટકાવ્યું હતું. જ્યારે આ કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. અધિકારીઓએ વાનમાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફને પૂછપરછ કરતાં તેઓ રોકડ રકમ અંગે સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. આથી ચૂંટણી ટીમે ( Election Management Team ) આ વાન ભાંડુપ પોલીસને સોંપી હતી. તેમજ ગાર્ડ અને ડ્રાઈવરની હાલ વધુ પુછપરછ કરવામાં આવી હતી.
આ રોકડ રકમ ક્યાંથી અને કેવી રીતે આવી તે અંગે જાણવા માટે આવકવેરા વિભાગના અધિકારીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવકવેરા વિભાગના અધિકારીઓ, દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.