News Continuous Bureau | Mumbai
Mumbai crime : બે દિવસ પહેલા નવી મુંબઈના ઉરણ ( Uran ) ચિરનર-સાઈ રોડ પર એક અજાણી 27 વર્ષીય યુવતી ની લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. યુવતી ની લાશને બોરીમાં ( Hindu girl chopped into pieces ) ભરીને નવી મુંબઈમાં ફેંકી દેવામાં આવી હતી. અજાણી યુવતી ની ઓળખ કરવામાં ઉરણ પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મૃતકની ઓળખ પૂનમ તરીકે થઈ હતી. બાદમાં વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલી મહિલાની શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે પૂનમ ચંદ્રકાંત ક્ષીરસાગર (27)ની માતાએ માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
Mumbai crime : નિઝામે પોતાને કુંવારો બતાવીને પૂનમ સાથે મિત્રતા કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ મુંબઈના નાગપાડા વિસ્તારમાં કામ કરતી હતી. ઘરેથી ઓફિસ જતી વખતે તેની મુલાકાત ટેક્સી ડ્રાઈવર નિઝામ સાથે થઈ. નિઝામ પરિણીત હતો અને એક બાળકનો પિતા હતો. તેનો પરિવાર ઉત્તર પ્રદેશના લખનઉમાં રહે છે. જોકે નિઝામે પોતાને કુંવારો બતાવીને પૂનમ સાથે મિત્રતા કરી . અને થોડા જ દિવસોમાં તેણે પૂનમને પોતાના પ્રેમ જાળમાં ફસાવી. બાદમાં પૂનમ અને નિઝામ વચ્ચે સંબંધ બંધાયો. બંને અવારનવાર મળતા નિઝામ પૂનમને ટેક્સી દ્વારા ઓફિસે મૂકવા જતો હતો.
Mumbai crime : નિઝામ વિવાહિત અને એક બાળકનો પિતા છે
જોકે થોડા દિવસો બાદ પૂનમને ખબર પડી કે નિઝામના લગ્ન થઈ ગયા છે અને તે એક બાળકનો પિતા પણ છે. ( Horrific muπder like Shraddha Walker )આ વાતથી પૂનમ ખૂબ જ ગુસ્સામાં હતી. બંને વચ્ચે ઝઘડો થયો. બંને વચ્ચે ઝઘડો થતાં તેમનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. થોડા દિવસ બાદ એક દિવસ આરોપી નિઝામે પૂનમ સાથે વાત કરી અને તેને કોઈ બહાને મળવા બોલાવી. પછી પોતાની ટેક્સી કલ્યાણ-ખડવલી લઇ ગયો. અહીં નિઝામે પૂનમને પાણીમાં ડુબાડીને મારી નાખી. પૂનમના મૃત્યુ બાદ નિઝામ મૃતદેહને હોસ્પિટલ લઈ ગયો. અહીં તેણે પૂનમના મૃત્યુની પુષ્ટિ કરી. બાદમાં નિઝામ પૂનમની લાશ લઈને હોસ્પિટલથી ભાગી ગયો હતો. 19 એપ્રિલે તેણે પૂનમના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા. તેણે આ ટુકડાઓ એક બોરીમાં ભરીને નવી મુંબઈ વિસ્તારમાં એક નિર્જન જગ્યાએ ફેંકી દીધા. અને પછી ત્યાંથી ભાગી ગયો હતો.
Mumbai crime : 24 કલાકમાં પોલીસે હત્યાના આરોપીની ઓળખ કરી
આ કેસમા પ્રારંભિક તપાસમાં ઉરણ પોલીસને કોઈ સુરાગ મળ્યા નહોતા, પરંતુ 24 કલાકમાં પોલીસે આ હત્યાના આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરી લીધી. પોલીસે નિઝામને તેનો રૂટ ચાર્ટ બતાવતા જ તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસ હાલ નિઝામની પૂછપરછ કરી રહી છે. દરમિયાન સ્થાનિકોએ આ હત્યાના બનાવ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢા સાથે મુલાકાત કરી હતી. જેના પગલે પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા માનખુર્દ ગયા અને પીડિત પરિવારને મળ્યા અને તેમની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર.. અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદીના ભાવ ઘટ્યા, ખરીદતા પહેલા..જાણો કેટલા છે હાલ ભાવ..
Mumbai crime :પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એ પોલીસને આપ્યા નિર્દેશ
પૂનમનાં પરિવારજનોની મુલાકાત બાદ પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat lodha Meets victims family ) એ જણાવ્યું હતું કે “માતંગ સમાજની બહેનો સાથે છેતરપિંડી થઈ રહી છે, કટ્ટરપંથીઓ દ્વારા અમારી બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે, તે ખૂબ જ દર્દનાક છે. આ અગાઉ માલવાણી, ચેમ્બુર, અંધેરી પછી શહેરમાં આ ચોથી ઘટના છે, તેથી પોલીસ આ ઘટનાની ગંભીરતા સમજીને અવગણી શકે નહીં. આ સામાજિક દુષણો સામે લડવા માટે સમગ્ર હિન્દુ સમાજ સંગઠિત છે. સરકારે યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓ સામે પગલાં લઇને વિશેષ વ્યવસ્થા કરવી પડશે એમ તેમણે ઉમેર્યુ હતું.
#WATCH | Mumbai: On meeting family of the missing girl found dead in a suitcase, Maharashtra Minister Mangal Prabhat Lodha says, "I have talked to the closed ones of the victim and police. A guy named Nizam was in contact with her. On April 18, he took her and killed her by… pic.twitter.com/lG4kSCQ3bD
— ANI (@ANI) April 29, 2024
Mumbai crime : આરોપીઓ કડક કાર્યવાહીની માંગ
સાથે તેમણે દાવો કર્યો છે કે પૂનમની હત્યામાં નિઝામ એકલો નથી પરંતુ તેની સાથે અન્ય ઘણા લોકો પણ સામેલ છે. તેમના કહેવા પ્રમાણે, આ ઘટનાને કારણે મુંબઈના હિન્દુ સમુદાયના લોકોમાં નારાજગી છે. તેમણે નિઝામ અને તેના સહયોગીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. પ્રશાસનને કાર્યવાહી માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. તો બીજી તરફ બીજેપી નેતા કિરીટ સોમૈયા ( BJP Leader Kirit Somaiya ) પીડિતાના પરિવારને મળ્યા હતા અને આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવી છે.
मानखुर्द येथील पूनम चंद्रकांत क्षीरसागर २७ वर्षीय युवतीची ( schedule caste) क्रूरतेने हत्या करण्यात आली. तिचा परिवाराची मी आत्ता भेट घेतली.
टॅक्सी ड्रायव्हर निजाम खाननी तिची हत्या केली. आरोपी हा सेंडहर्स्ट रोडला राहत होता
उपमुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्याशी मी चर्चा केली pic.twitter.com/yDVTCqrFD5
— Kirit Somaiya ( Modi ka Pariwar) (@KiritSomaiya) April 29, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)