Cyber Crime। ‘મહાનગર ગેસ’ના નામે નકલી APK ફાઈલ મોકલી લાખોની ઠગાઈ; મુંબઈ સાયબર પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપ્યા

Cyber Crime। ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી ગ્રાહકોના બેંક ખાતા સાફ કરતી ગેંગનો પર્દાફાશ; ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારથી આરોપીઓની ધરપકડ.

by Janvi Soni
Cyber Crime। 'મહાનગર ગેસ'ના નામે નકલી APK ફાઈલ મોકલી લાખોની ઠગાઈ; મુંબઈ સાયબર પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપ્યા

 

News Continuous Bureau | Mumbai

Cyber Crime। મુંબઈ સાયબર પોલીસે સાયબર ક્રાઈમના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકી ‘મહાનગર ગેસ લિમિટેડ’ (MGL) ના નામે નકલી APK ફાઈલ મોકલીને લોકોના મોબાઈલનો કંટ્રોલ પોતાના હાથમાં લેતી હતી અને ત્યારબાદ બેંક ખાતામાંથી પૈસા સેરવી લેતી હતી. આ ગેંગને પકડવા માટે પોલીસે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહાર સુધી ટેકનિકલ તપાસનું જાળ બિછાવ્યું હતું.

કેવી રીતે કામ કરતી હતી આ ઠગ ટોળકી?

સાયબર પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ગ્રાહકોને એક મેસેજ મોકલતા કે તેમનું MGL ગેસ કનેક્શન બાકી બિલ કે અન્ય કારણોસર ડિસ્કનેક્ટ થવાનું છે. ગ્રાહકો જ્યારે ગભરાઈને સંપર્ક કરતા, ત્યારે ઠગબાજો કંપનીના અધિકારી બનીને તેમને એક APK ફાઈલ ડાઉનલોડ કરવા માટે મજબૂર કરતા હતા. જેવી આ ફાઈલ ફોનમાં ઇન્સ્ટોલ થાય, ઠગબાજો ગ્રાહકના મોબાઈલ અને બેંકિંગ વિગતોનું સંપૂર્ણ એક્સેસ મેળવી લેતા હતા.

કુર્લાના વૃદ્ધ બન્યા હતા શિકાર

આ ગેંગે કુર્લાના એક 64 વર્ષીય વ્યક્તિને નિશાન બનાવીને તેમના ખાતામાંથી 2.35 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પીડિતે ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકીથી ડરીને નકલી ફાઈલ ડાઉનલોડ કરી હતી, જેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ ખાતું ખાલી કરી નાખ્યું હતું. આ ઘટના બાદ દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની કાર્યવાહી અને સાવચેતી

સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેક કરીને ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં અનેક નકલી APK ફાઈલોનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ હવે આ ગેંગના અન્ય કનેક્શન્સ અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાયબર નિષ્ણાતો ગ્રાહકોને અપીલ કરે છે કે કોઈ પણ અજાણી APK ફાઈલ ડાઉનલોડ ન કરવી અને શંકાસ્પદ મેસેજ પર વિશ્વાસ ન કરવો.

👉 આ સમાચાર વાચો:
Garuda Purana। મૃત્યુ પછીના 13 દિવસ કેમ છે ખાસ? જાણો ગરુડ પુરાણ મુજબ આત્માની આ રહસ્યમય સફર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More