Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Police APK Scam। મુંબઈ સાયબર પોલીસનો દેશવ્યાપી સપાટો ૧૦ પાસ માસ્ટરમાઈન્ડે બિછાવ્યું હતું APK ફાઈલનું જાળ, પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી સ્ટાઈલમાં ઝડપ્યા

Mumbai Cyber Police APK Scam। ૨૫૦ થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના નામે નકલી APK બનાવી આચરતા હતા છેતરપિંડી; સાયબર યુનિટે દેશવ્યાપી સર્વર કર્યા શટડાઉન

Mumbai Cyber Police APK Scam। મુંબઈ સાયબર પોલીસનો દેશવ્યાપી સપાટો ૧૦ પાસ માસ્ટરમાઈન્ડે બિછાવ્યું હતું APK ફાઈલનું જાળ, પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી સ્ટાઈલમાં ઝડપ્યા

Mumbai Cyber Police APK Scam। મુંબઈ સાયબર પોલીસનો દેશવ્યાપી સપાટો ૧૦ પાસ માસ્ટરમાઈન્ડે બિછાવ્યું હતું APK ફાઈલનું જાળ, પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી સ્ટાઈલમાં ઝડપ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Cyber Police APK Scam। દેશભરમાં મોબાઈલ યુઝર્સના ડેટા ચોરી અને બેંક ખાતા સાફ કરવા માટે વપરાતી ખતરનાક ‘APK’ ફાઈલના નેટવર્કને મુંબઈ સાયબર પોલીસે જડબાતોડ જવાબ આપ્યો છે. મુંબઈ પોલીસના પશ્ચિમ વિભાગ સાયબર યુનિટે આ ગેંગના દેશવ્યાપી સર્વર જ બંધ કરી દીધા છે, જેનાથી દેશભરમાં સાયબર ઠગાઈના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

૧૦મું અને ૮મું પાસ ઠગોનું ટેકનિકલ કૌભાંડ

આશ્ચર્યની વાત એ છે કે, જે ઠગ ટોળકીએ આટલું મોટું ટેકનિકલ જાળ બિછાવ્યું હતું, તેના માસ્ટરમાઈન્ડ ઉચ્ચ શિક્ષિત નથી. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર માત્ર ૧૦મું પાસ છે, જ્યારે તેના અન્ય સાથીદારો ૮મું પાસ છે. આ ટોળકીએ RTO ઈ-ચલણ, વિવિધ બેંકો, વીજ કંપનીઓ અને પીએમ કિસાન યોજના જેવી ૨૫૦ થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના નામે નકલી APK ફાઈલો બનાવી હતી.

શતાબ્દી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ધરપકડ

સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગેંગના સભ્યોને ટ્રેક કર્યા હતા. જ્યારે આ ટોળકી ગંગટોકથી પ્રવાસ કરીને શતાબ્દી એક્સપ્રેસમાં પરત ફરી રહી હતી, ત્યારે પોલીસની ટીમે ફિલ્મી સ્ટાઈલમાં ચાલુ ટ્રેને દરોડો પાડી તેમની ધરપકડ કરી હતી. આ ઠગો તૈયાર કરેલી ખતરનાક APK ફાઈલો અન્ય સાયબર અપરાધીઓને ૧૦ થી ૧૫ હજાર રૂપિયામાં વેચતા હતા.

સર્વર શટડાઉન અને પોલીસની અપીલ

મુંબઈમાં નોંધાયેલા સેંકડો કેસોમાં આ ટોળકીની સંડોવણી હોવાનું મનાય છે. હવે સર્વર બંધ થવાને કારણે APK ફાઈલ દ્વારા થતી છેતરપિંડીમાં મોટો ઘટાડો આવવાની શક્યતા છે. મુંબઈ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ સંજોગોમાં અજાણી લિંક પરથી APK ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, કારણ કે તે તમારા ફોનનો પૂરો કંટ્રોલ હાઈજેક કરી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત

Santacruz Police Arrest Drug Peddler સાંતાક્રુઝ પોલીસની મોટી સફળતા NDPS કેસમાં ૧૩ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ પેડલરને ધારાશિવમાંથી દબોચ્યો
Vashi Station Surprise Ticket Checking Drive વાશી સ્ટેશન પર રેલવેની આકસ્મિક ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ૨૬૩ મુસાફરો દંડાયા, પ્રશાસને ₹૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ્યો
DN Nagar Police Arrest Wanted Fugitive પોલીસે ઓળખ છુપાવી ૨૧ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કર્ણાટકમાંથી દબોચ્યો ડી. એન. નગર પોલીસની મોટી સફળતા
Mobile Theft Racket Busted મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ ₹૧.૧૫ કરોડના ૧,૧૫૦ મધરબોર્ડ જપ્ત, માલેગાંવ ગોડાઉન પર દરોડો પાડી એક આરોપી જેલભેગો
Exit mobile version