ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈની લોકલ ટ્રેનની માફજ મેટ્રો અને મોનો રેલમાં પણ લગેજ ડબ્બો રાખવાની ફરી એક વખત મુંબઈ ડબ્બાવાલા અસોસિયેશને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA)ને માગણી કરી છે.
મુંબઈ ડબ્બાવાલા અસોસિયેશનના અધ્યક્ષ સુભાષ દરેકરના જણાવ્યા મુજબ મુંબઈમાં મેટ્રો ટ્રેનનો વ્યાપ વધી રહ્યો છે. મેટ્રો 2A અને મેટ્રો 7 પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયા છે. 2026 સુધીમાં મુંબઈની તમામ મેટ્રો લાઈનો પૂરી કરવાનું આયોજન છે. એવો અંદાજ છે કે 2031 સુધીમાં એક કરોડ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરશે. આ મેટ્રોનો એક ગેરફાયદો એ છે કે તેમાં લગેજ માટે કોઈ ડબ્બો નથી. મેટ્રોમાં ચોક્કસ લંબાઈ, પહોળાઈ અને વજનનો સામાન લઈ જવાની પરવાનગી છે.
સુભાષ દરેકરના કહેવા મુજબ જ્યારે મુંબઈની લોકલ રેલ્વે બનાવવામાં આવી ત્યારે મુંબઈમાં કામદાર વર્ગ, નાના વેપારીઓ અને મજૂરોને ધ્યાનમાં લઈને લોકલ ટ્રેનમાં લગેજ કોચ ઉમેરવામાં આવ્યો હતો. પરંતુ તે અફસોસની વાત છે કે મેટ્રો ઉત્પાદકનો વિચાર કરતી વખતે આ વર્ગને બિલકુલ ધ્યાનમાં લેવામાં આવ્યો નહોતો. મુંબઈ મેટ્રોનું નિર્માણ કરતી વખતે મુંબઈના મહેનતુ, નાના વેપારીઓ, કામદારોનો વિચાર કરવામાં આવ્યો નહોતો. જો તે બાબતે વિચારવામાં આવ્યો હોત તો મેટ્રો સાથે લગેજ ડબ્બો જોડવામાં આવ્યો હોત.
સુભાષ દરેકરના દાવા મુજબ જ્યારે પ્રથમ મેટ્રો શરૂ થઈ ત્યારે જ ડબ્બાવાળાઓએ આ મુદ્દે તત્કાલિન MMRDA કમિશનર મદનનું ધ્યાન દોર્યું હતું. તે દરમિયાન તેમના તરફથી એવું જણાવવામા આવ્યું હતું કે વર્તમાન મેટ્રોમાં લગેજ ડબ્બો રાખવાની સુવિધા નથી. પરંતુ ભવિષ્યમાં જો મેટ્રો કોચની સંખ્યામાં વધારો થશે તો આ સૂચન પર ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે.
સારા સમાચાર! નવા વર્ષમાં આ પશ્ચિમપરાના રહેવાસીઓને મળશે રાહત. આ રૂટની મેટ્રો શરૂ થઈ જશે. જાણો વિગત
ડબ્બાવાળાઓના કહેવા મુજબ હાલમાં મેટ્રો અને મોનો રેલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રો પ્રશાસન અને સરકારે મેટ્રો અને મોનો રેલ પર લગેજ કમ્પાર્ટમેન્ટ લગાવવા બાબતે ગંભીર રીતે વિચાર કરે. તેથી ડબ્બાવાબાળા પર મેટ્રો રેલવેનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચવા માટે કરી શકશે.