News Continuous Bureau | Mumbai
નોકરિયાત વર્ગને ઘરનું ગરમ ગરમ જમવાનો ડબો પહોંચાડતા મુંબઈના ડબાવાળાઓ ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન પાંચ દિવસ રજા પાળવાના છે. ડબાવાળા તેમના ગ્રામદેવતા અને કુળદેવતાની જાત્રામાં સહભાગી થવા જવાના છે. આ ડબ્બાવાળાઓ તેમના મૂળ ગામે જવાના હોવાથી પાંચ દિવસ ડબ્બાવાળાની સર્વિસ બંધ રહેશે.
મુંબઈગરાને રોજ ઘરનું જમવાનું સમયસર પહોંચાડનારા ના ડબ્બાવાળાઓ મૂળ પૂણે જિલ્લાના અને પ્રમુખુ ખેડ માવળ તાલુકાના અને તેમાંય કેટલાંક મૂળશી, આંબેગાવ, જુન્નરના છે. આ વિસ્તારોમાં ગ્રામ-કુળ દેવતાઓની યાત્રાઓનો સમય શરૂ થયો છે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી તમામ યાત્રાઓ બંધ હતી. કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવ્યા બાદની આ પ્રથમ જાત્રા હોવાથી તેમાં સહભાગી થવા મોટી સંખ્યામાં ડબ્બાવાળાઓ મુંબઈથી પોતાના મૂળ ગામ જવાના છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. એક સપ્તાહમાં આટલા લાખ લોકોએ નવી મેટ્રોમાં સફર કરી. આંકડો ઉત્સાહજનક છે. જાણો વિગતે
આથી સમય દરમિયાન તેમની ડબા સર્વિસ બંધ રહેશે. આ દરમિયાન બે સરકારી રજા અને શનિ-રવિની રજા આવતી હોવાથી અધિકાંશ ઓફિસોમાં ટિફિન સર્વિસ નહીં હોય. વળી પરીક્ષાનો સમય હોવાથી સ્કૂલોના ડબ્બા પણ બંધ છે. આથી આ રજાઓનો પગાર ન કાપવાનું આવાહન પણ 'મુંબઈ ડબ્બાવાલા એસોસિએશન' દ્વારા ગ્રાહકોને કરાયું છે.