News Continuous Bureau | Mumbai.
મહારાષ્ટ્ર (Maharashtra)સહિત મુંબઈ(Mumbai)માં કોરોનાના નવા કેસ(covid new case)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 961 કેસ નોંધાયા છે. રાજ્ય(state)ના 75 ટકાથી વધુ કેસ સાથે મુંબઈ જાણે કોરોનાનું એપીસેન્ટર(corona apicentre) બન્યું છે. ખાસ કરીને પશ્ચિમ ઉપનગરમાં બોરીવલીથી ગોરેગામ વચ્ચે દર્દીઓની સંખ્યા(covid patient) વધુ છે.
મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ શહેરમાં 24 કલાકમાં 961 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. જ્યારે 374 દર્દીઓ સાજા થતાં(recover patient) તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ શહેરમાં કોરોનાથી રિકવર (recovery rate)થવાનું પ્રમાણ 98 ટકા થયું છે અને કોરોનાનો વૃદ્ધિ દર 0.057 ટકા થયો છે. તો કોરોનાના દર્દીની સંખ્યા બમણી થવાનો સમયગાળો 1204 દિવસ છે. હાલ શહેરમાં કોરોનાના સક્રિય દર્દી 4880 છે.
આમ વધતા જતા કેસના પગલે મુંબઈ ફરી એક વખત કોરોનાનો હોટસ્પોટ(hotspot)બનતો જણાઈ રહ્યો છે. એમાં ખાસ બોરીવલીથી ગોરેગામ(Borivali to Goregaon) વચ્ચે કોરોનાના દર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ગત 14 દિવસના સમયગાળામાં બોરીવલીથી ગોરેગામ વચ્ચે સરેરાશ 150 ટકાથી વધુનો ઉછાળો જણાયો છે. બોરીવલી, ગોરાઈ(Gorai), માગાઠાણેમાં 377 ટકા, ગોરેગામમાં 153 ટકા, કાંદિવલી(Kandivali)માં 160 ટકા સંખ્યા વધી છે. મુંબઈ ઉપરાંત થાણે(Thane)માં 108, નવી મુંબઈ(Navi Mumbai)માં 99, કલ્યાણ-ડોમ્બિવલી(Kalyan-Dombivali)માં 21, વસઈ-વિરાર(Vasai-Virar)માં 45, પનવેલમાં 39, પુણેમાં 63 દર્દી નોંધાયા છે