Mumbai Digital Arrest Scam મુંબઈમાં ૭૫ વર્ષના વૃદ્ધા ‘ડિજીટલ અરેસ્ટ’ સાયબર ફ્રોડનો શિકાર, સીબીઆઈ અધિકારી બનીને કરોડોલાખોની ઠગાઈ આચરનાર ઠગ ઝડપાયો

Mumbai Digital Arrest Scam સીબીઆઈ અને સીબીડીટી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધાને ડરાવ્યા, સાયબર પોલીસે ફંડ ટ્રાન્સફરનું નેટવર્ક ઝડપ્યું

by Krishna
Mumbai Digital Arrest Scam  મુંબઈમાં ૭૫ વર્ષના વૃદ્ધા 'ડિજીટલ અરેસ્ટ' સાયબર ફ્રોડનો શિકાર,   સીબીઆઈ અધિકારી બનીને કરોડોલાખોની ઠગાઈ આચરનાર ઠગ ઝડપાયો

 

News Continuous Bureau | Mumbai

Mumbai Digital Arrest Scam મુંબઈમાં સાયબર ગુનાખોરોનો આતંક સતત વધી રહ્યો છે. સાયબર પોલીસે એક મોટી સફળતા મેળવતા ૭૫ વર્ષીય વૃદ્ધા સાથે રૂ. ૩૧.૫ લાખની ‘ડિજીટલ અરેસ્ટ’ કરીને છેતરપિંડી આચરવાના કેસમાં મહારાષ્ટ્રના સોલાપુરથી એક શખ્સની ધરપકડ કરી છે.

Mumbai Digital Arrest Scam – કાયદાકીય અને સીબીઆઈ કાર્યવાહીનો ડર બતાવી ઝાળમાં ફસાવ્યા

સાયબર ઠગોએ ૭૫ વર્ષીય વૃદ્ધાને ફોન કરીને પોતાની ઓળખ સીબીઆઈ (CBI) અને સીબીડીટી (CBDT) ના વરિષ્ઠ અધિકારીઓ તરીકે આપી હતી. તેમણે વૃદ્ધાના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર વ્યવહારોમાં થયો હોવાનો ખોટો દાવો કરીને તેમને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને કલાકો સુધી વિડીયો કોલ પર ‘ડિજીટલ અરેસ્ટ’ રાખ્યા હતા.

Mumbai Digital Arrest Scam – તપાસના નામે ૩૧.૫ લાખ રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા

ઠગોએ વૃદ્ધાને ડરાવી-ધમકાવીને તેમની તમામ બચત ચકાસણીના નામે પોતાના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા. વૃદ્ધાએ ડરના માર્યા તબક્કાવાર રૂ. ૩૧.૫ લાખ રૂપિયા ઠગો દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે મુંબઈ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Mumbai Digital Arrest Scam – બેંક એકાઉન્ટ ટ્રેલના આધારે સોલાપુરથી આરોપીની ધરપકડ

મુંબઈ સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેલના આધારે તપાસ તેજ કરી હતી. જેમાં પૈસા જમા થયા હતા તે એકાઉન્ટ ધારક સોલાપુરનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડો પાડીને સોલાપુરથી આરોપીની ધરપકડ કરી છે અને આ આંતરરાજ્ય સાયબર ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Khopoli Accident Car Hangs On Tree મોતને નજીકથી જોયું… ખોપોલીમાં બેકાબૂ કાર ૫૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ; જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More