ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહને ફરતે દિવસેને દિવસે ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. ગૃહ મંત્રાલયની એક ગુપ્ત ફાઈલ ચોરાઈ ગઈ હતી, જે પરમબીરના નજીકના ગણાતા સંજય પુનામિયાના મોબાઈલમાં મળી આવી છે. તેથી આ પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પરમબીર સિંહને ગુનામાં મદદ કરવા માટે આ ફાઈલ ચોરવામાં આવી હોવાનો પોલીસને શક છે. તેથી પ્રકરણમાં સંજય પુનામિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજયના ગૃહવિભાગ અને સેન્ટ્રેલ ઈન્વેસ્ટીગેશન એજેન્સીમાં થયેલા ગુપ્ત પત્રવ્યવહાર ખાનગી વ્યક્તિના કસ્ટડીમાં કેવી રીતે ગયો એવો સવાલ પણ થઈ રહ્યો છે. પરમબીર સિંહ સામેની કાર્યવાહી સંદર્ભની ગૃહખાતાની આ ફાઈલ છે. સંજય પુનામિયા એ પરમબીરના અત્યંત નજીકના ગણાય છે હવે તેમના વિરુદ્ધ મરીન ડ્રાઈવ પોલીસમાં ગુનો નોંધાયો છે.
સંજય પુનામિયાના મોબાઈલમાં 27 પાનાની આ ફાઈલ મળી છે. આ ફાઈલ ગુપ્ત હોવાથી કોઈ ખાતા પાસે તેની માહિતી નથી, છતાં પુનામિયા પાસે કેવી રીતે પહોંચી તેવા સવાલ થઈ રહ્યા છે
પરમબીર સિંહ સામે થાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. 234 દિવસ બાદ પરમબીર સિંહ સામે ગુરુવારે મુંબઈમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ કાંદીવલીમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં સાત કલાક તેમની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ થાણેમાં વધુ તપાસ માટે ગયા હતા. ધમકી આપીને સાડા ત્રણ કરોડની ખંડણી વસૂલવાનો પરમબીર અને અન્ય પોલીસ અધિકારી સામે આરોપ છે.