Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! પરમબીર સિંહે કર્યું આ કાંડઃ ગૃહમંત્રાલયની ચોરાયેલી ગુપ્ત ફાઈલ મળી આવી તેમના આ સાથીદારના મોબાઈલમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 નવેમ્બર  2021    
શનિવાર.

મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહને ફરતે દિવસેને દિવસે ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. ગૃહ મંત્રાલયની એક ગુપ્ત ફાઈલ ચોરાઈ ગઈ હતી, જે પરમબીરના નજીકના ગણાતા સંજય પુનામિયાના મોબાઈલમાં મળી આવી છે. તેથી આ પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પરમબીર સિંહને ગુનામાં મદદ કરવા માટે આ ફાઈલ ચોરવામાં આવી હોવાનો પોલીસને શક છે. તેથી પ્રકરણમાં સંજય પુનામિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

રાજયના ગૃહવિભાગ અને સેન્ટ્રેલ ઈન્વેસ્ટીગેશન એજેન્સીમાં થયેલા ગુપ્ત પત્રવ્યવહાર ખાનગી વ્યક્તિના કસ્ટડીમાં કેવી રીતે ગયો એવો સવાલ પણ થઈ રહ્યો છે. પરમબીર સિંહ સામેની કાર્યવાહી સંદર્ભની ગૃહખાતાની આ ફાઈલ છે. સંજય પુનામિયા એ પરમબીરના અત્યંત નજીકના ગણાય છે હવે તેમના વિરુદ્ધ મરીન ડ્રાઈવ પોલીસમાં ગુનો નોંધાયો છે.

સંજય પુનામિયાના મોબાઈલમાં 27 પાનાની આ ફાઈલ મળી છે. આ ફાઈલ ગુપ્ત હોવાથી કોઈ ખાતા પાસે તેની માહિતી નથી, છતાં પુનામિયા પાસે કેવી રીતે પહોંચી તેવા સવાલ થઈ રહ્યા છે

 

ભાજપનો આરોપઃ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રેક્ટરોની સિન્ડીકેટની કઠપૂતલીઓ. આટલા કરોડ રૂપિયાના ટેન્ડરની વિજિલન્સ તપાસ થશે.

પરમબીર સિંહ સામે થાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. 234 દિવસ બાદ પરમબીર સિંહ સામે ગુરુવારે મુંબઈમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ કાંદીવલીમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં સાત કલાક તેમની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ થાણેમાં વધુ તપાસ માટે ગયા હતા. ધમકી આપીને સાડા ત્રણ કરોડની ખંડણી વસૂલવાનો પરમબીર અને અન્ય પોલીસ અધિકારી સામે આરોપ છે.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version