News Continuous Bureau | Mumbai
Mumbai FDA Crackdown મુંબઈમાં તહેવારોની મોસમ પૂર્વે ખાદ્ય સુરક્ષા નિયમનતંત્રે હાથ ધરેલા સઘન તપાસ અભિયાન દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food and Drug Administration FDA) દ્વારા ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મના ડાર્ક સ્ટોર્સ, ઈકોમર્સ વેરહાઉસ અને પ્રખ્યાત સ્વીટ શોપ્સ સહિત કુલ ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ (Licence Suspension) કરી દેવામાં આવ્યા છે.
Mumbai FDA Crackdown – ડાર્ક સ્ટોર અને વેરહાઉસમાં ઉંદરો, વંદાઓ અને ગંદકીનું સામ્રાજ્ય મળ્યું
દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત સ્વિગી ઇન્સ્ટામાર્ટના ડાર્ક સ્ટોરમાં તપાસ દરમિયાન ફૂડ હેન્ડલિંગ એરિયામાં જીવંત ઉંદરો અને વંદાઓનો ઉપદ્રવ (Pest Infestation) જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ઉંદરોએ ચોખાની બોરીઓ કોતરી નાખી હતી અને અનાજ દૂષિત ફ્લોર પર ઢોળાયેલું મળી આવ્યું હતું. આ ઉપરાંત, કંદિવલી પૂર્વમાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં ડ્રેનેજ પાસે ગંદા પાણીનો ભરાવો, ખાદ્ય ચીજોની પાસે જ સફાઈ માટેના કેમિકલ્સનો સંગ્રહ અને તાપમાન લોગ (Temperature Logs)ની ગેરહાજરી જેવી ખાદ્ય સુરક્ષાના નિયમો (Food Safety Regulations)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે આવતાં બંને સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવાયાં હતાં.
Mumbai FDA Crackdown – પ્રખ્યાત મીઠાઈની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સામે પણ લાલ આંખ
મહોમ્મદ અલી રોડ પર આવેલી જાણીતી સુલેમાન ઉસ્માન મીઠાઈવાલા નામની સ્વીટ શોપમાં પણ ફૂડ પ્રિપેરેશન અને સ્ટોરેજ એરિયા ગટરની લાઈન અને કચરાના નિકાલની જગ્યાથી પૂરતો સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ચેમ્બુર, કાંદિવલી વેસ્ટ, ઘાટકોપર, પરેલ-લાલબાગ અને વર્સોવા જેવા વિસ્તારોમાં ચાલતી અન્ય રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતાના નિર્ધારિત ધારાધોરણો (Sanitation Standards)નું પાલન ન થવા બદલ પરવાના રદ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. નિયમનતંત્રે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ સંસ્થાને બક્ષવામાં નહીં આવે.
Mumbai FDA Crackdown – રાજ્યવ્યાપી દરોડામાં કરોડોનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત
આ કાર્યવાહી માત્ર મુંબઈ પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર મહારાષ્ટ્રમાં વ્યાપક સ્તરે હાથ ધરાઈ હતી. તહેવારો પહેલાં થતી નકલી માવા, ઘી અને દૂધની બનાવટોની ભેળસેળ રોકવા માટે અંદાજે ૩૨,૦૨૩ કિલોગ્રામ અને લિટર જેટલો અખાદ્ય અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો સ્ટોક (Food Stock) જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૧.૩૬ કરોડ થાય છે. આ ઉપરાંત પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાના ગેરકાયદેસર વેચાણ સામે પણ ૧૪ એફઆઈઆર (FIR) નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Iran Airline Worldwide Operations યુરોપ અને પશ્ચિમના દેશોમાં ઈરાન એરની એન્ટ્રી પર રોક; અમેરિકાની મોટી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ