Site icon

Mumbai : મુંબઈની આ લોકપ્રિય રેસ્ટોરન્ટ પર FDAના દરોડા, અધિકારીઓએ આપી આ મહત્વની માહિતી.. જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો વિગતે અહીં..

Mumbai : FDAની ટીમે મુંબઈમાં બડે મિયા રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો

Mumbai : FDA raid on 'Bade Miyan Restaurant' in Mumbai, officials gave important information

Mumbai : FDA raid on 'Bade Miyan Restaurant' in Mumbai, officials gave important information

News Continuous Bureau | Mumbai 

Mumbai : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food and Drug Administration) એ આજે ​​સાંજે મુંબઈ (Mumbai) માં પ્રખ્યાત ફૂડ જોઈન્ટ ‘બડે મિયા કબાબ’ (Bade Miyan Kabab) પર દરોડા પાડ્યા હતા. 76 વર્ષ જૂના ફૂડ જોઈન્ટ, જે મુંબઈમાં ફૂડ પ્રેમીઓ માટે પ્રિય સ્થળ છે, ત્યાં FDA દ્વારા કેટલાક કલાકો સુધી દરોડા ( Raid ) પાડવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા બાંદ્રા ( Bandra ) ની એક હોટલમાં નોન-વેજ ફૂડમાં ઉંદર જોવા મળ્યો હતો. જે બાદ સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ (FDA) ને મુંબઈમાં એક ડ્રાઈવ શરૂ કરી છે અને વિવિધ હોટલોની તપાસ કરવામાં આવી રહી છે. બડે મિયાં પર દરોડા પાડ્યા બાદ એફડીએ (FDA) ના અધિકારીઓએ હોટલની સ્વચ્છતા અને અન્ય દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું હતું.

સામે ચોંકાવનારી વાત

FDA ટીમે ‘બડે મિયાં ‘ના કોલાબા આઉટલેટની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે તેમની પાસે ફૂડ લાયસન્સ નથી. તે પછી અમે કામ બંધ કરવાની નોટિસ જારી કરી હતી, ”એફડીએના અધિકારીએ જણાવ્યું હતું. તે સિવાય અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Jeevan Pramaan Patra: આ રીતે ઘરે બેઠા જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ, જાણો શું છે પ્રોસેસ, ફોલો કરો આ સ્ટેપ.. વાંચો અહીં સંપુર્ણ પ્રક્રિયા..

રેસ્ટોરન્ટના માલિકોએ આ દાવાને નકારી કાઢ્યો હતો

બીજી તરફ ‘બડે મિયાં રેસ્ટોરન્ટ’ના માલિક ઈફ્તિખાર શેખે FDA અધિકારીઓના દાવાને ફગાવી દીધો છે. શેઠે સમજાવ્યું કે અમારી પાસે બિઝનેસ લાયસન્સ છે. સાંજે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કેટલાક અધિકારીઓ સાથેની ટીમ આવી. ઈફ્તિખાર શેખે માહિતી આપી હતી કે તેઓએ રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે કેટલાક નમૂના લીધા હતા.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version