Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.

મરીન ડ્રાઈવ પર ટ્રાફિક રોકવા જેવી બાબતે મહિલા કાર ચાલકે પિત્તો ગુમાવ્યો; અપશબ્દો કહી પોલીસ પર જમાવ્યો હોદ્દાનો રોફ, પોલીસે નોંધ્યો ગુનો.

by Tanvi
Mumbai Female Car Driver Harasses Traffic Constable During VVIP Movement; Threatens to Get Her Fired.

News Continuous Bureau | Mumbai

Mumbai મુંબઈના પોશ વિસ્તાર ગણાતા મરીન ડ્રાઈવ પર એક મહિલા કાર ચાલકે ફરજ પર તૈનાત મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરી હંગામો મચાવ્યો હતો. NSCI ડોમ પાસે અતિ મહત્ત્વની વ્યક્તિ (VVIP) ની સુરક્ષા માટે રસ્તો રોકવામાં આવ્યો હોવાથી ઉશ્કેરાયેલી મહિલાએ પોલીસ કર્મચારીને અપશબ્દો કહ્યા હતા અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

ઓળખાણનો રોફ ઝાડી આપી ધમકી

ઘટનાની વિગતો મુજબ, VVIP અવરજવરને કારણે સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક પોલીસે થોડા સમય માટે વાહનો અટકાવ્યા હતા. જ્યારે મહિલા કોન્સ્ટેબલે સામેથી આવતી કારને થોભવાનો ઈશારો કર્યો, ત્યારે કારમાં સવાર મહિલાએ ઉગ્ર દલીલો શરૂ કરી હતી. આરોપી મહિલાએ પોતાની વગનો ઉપયોગ કરીને મહિલા કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરાવવાની અથવા દૂરના વિસ્તારમાં બદલી કરાવી દેવાની ધમકી પણ આપી હતી.

આ સમાચાર પણ વાંચો : BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.

પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ મામલે મરીન ડ્રાઈવ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સરકારી કર્મચારીને તેની કાયદેસરની ફરજ બજાવતા અટકાવવા અને જાહેર સેવક સાથે અભદ્ર વર્તન કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અત્યારે આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે વધુ તપાસ કરી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More