Mumbai: મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, 7 લોકોના દુઃખદ મોત, બેની હાલત ગંભીર… જાણો ગોરેગાંવ આગમાં મૃતકોની સંંપુર્ણ યાદી..વાંચો વિગતે અહીં..

Mumbai Fierce fire in a building in Goregaon, Mumbai, 7 people died tragically, two are in critical condition..

News Continuous Bureau | Mumbai 

Mumbai: ગોરેગાંવ ( Goregaon ) ના ઉન્નત નગર ( Unnat Nagar ) માં એસઆરએ ( SRA ) ની જય ભવાની બિલ્ડિંગ ( Jay Bhavani Building) માં ગઈકાલે રાત્રે ભીષણ આગ ( fire Break out ) ફાટી નીકળી હતી . આ આગમાં 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 51 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. 35 દર્દીઓને રજા આપવામાં આવી છે. ફાયરના જવાનોએ ( Firemen ) અથાગ પ્રયત્નો કરીને આગને કાબૂમાં લીધી છે અને આ સ્થળે કૂલિંગ ઓપરેશન ( Cooling operation ) ચાલી રહ્યું છે.

ગોરેગાંવના ઉન્નત નગરમાં આઝાદ મેદાન ( Azad Maidan ) પાસે આવેલી જય ભવાની, SRA બિલ્ડીંગમાં ગઈકાલે મધરાતે 3 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં તમામ લોકો ઊંઘી રહ્યા હતા. અચાનક ઘરમાં ધુમાડો પ્રવેશ્યો. કાળોડીબાંગ ધુમાડો નાક અને મોંમાં પ્રવેશી જતાં અનેક લોકોને શ્વાસની તકલીફ થઈ હતી. કેટલાકને ઉધરસ થઈ હતી.

આગના કારણે ગરમીમાં એકાએક વધારો જોવા મળ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી નાગરિકો ભયભીત થઈ ગયા હતા. ઘરની બારી ખોલતાની સાથે જ ઘરમાં ધુમાડાના ગોટેગોટા આવતા દરેક લોકો ડરી ગયા હતા. જેથી ઘરના લોકો જીવ બચાવીને બિલ્ડીંગ નીચે દોડી ગયા હતા. આ સમયે અનેક લોકોને દોડતા માર પણ લાગ્યો હતો.

કુલ 51 લોકો ઘાયલ થયા હતા..

આ તમામ ભાગદોડમાં કુલ 51 લોકો ઘાયલ થયા હતા. તો કેટલાકને શ્વાસની સમસ્યા શરુ થઈ ગઈ છે. જેથી તમામને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોને હિંદુ હ્રદયમરત બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલ અને કુપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5ની હાલત ગંભીર છે.

35 લોકોને સારવાર આપી રજા આપવામાં આવી હતી. જો કે આ આગમાં રાત્રી દરમિયાન ઊંઘી રહેલા 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. સોસાયટીના પાર્કિંગમાં મોટા પ્રમાણમાં ચીંથરા મૂકવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે ખુલાસો કર્યો કે ચીંથરાને આગ લાગવાથી આગ વધુ ફેલાઈ હતી.

દરમિયાન, મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ સવારે 10.30 વાગ્યે હિન્દુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલ અને પછી કૂપર હોસ્પિટલમાં જશે અને ગોરેગાંવ (વેસ્ટ)માં આગની કમનસીબ ઘટનાના દર્દીઓની પૂછપરછ કરશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: આ રેલવે લાઈન ખાતે આટલા કલાકના બ્લોકથી બે ડઝનથી વધુ ટ્રેનો થશે પ્રભાવિત, જાણો સંપુર્ણ ટ્રેનોની યાદી..

ટ્રોમા કેર હોસ્પિટલ- 06 ખાતે મૃતકોના નામ

1) ત્રિશા ચૌગુલે – ઉંમર 18 વર્ષ

2) નંદા ઓજિયા – ઉંમર 50 વર્ષ

3) દિયા બિમર – ઉંમર 12 વર્ષ

4) ટિંકલ વિજય – ઉંમર 3.5 વર્ષ

5) વિષ્ણુ આલે – ઉંમર 45 વર્ષ

6) 01 અનામી અભિપ્રાય

કૂપર હોસ્પિટલમાં અવસાન થયું

1) પ્રેરણા ડોમરે ઉંમર 19 વર્ષ

પ્રભાકર હોસ્પિટલમાં ટ્રોમા કેર અને સારવાર લઈ રહેલા દર્દીઓ

1) 12 પુરુષો

2) 16 મહિલાઓ

3) 01 છોકરી

4) 01 છોકરી

કુલ:- 30 સારવાર હેઠળ છે.

કૂપર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કુલ દર્દીઓ 15

આ સમાચાર પણ વાંચો : Telecom News: ક્રિકેટ વર્લ્ડ કપ આવતાની સાથે જ Airtel અને Jioએ સસ્તા કર્યા ડેટા પ્લાન, રજુ કર્યા આ ખાસ પ્લાન.. જાણો શું છે આ પ્લાનની વિશેષતાઓ..