News Continuous Bureau | Mumbai
Mumbai fire : મુંબઈમાં દિવસેને દિવસે આગના કિસ્સા વધી રહ્યા છે. દરમિયાન આજે એક દિવસમાં બીજી વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. અંધેરી બાદ હવે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ ઈમારતમાં ભીષણ આગ લાગવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈમારતમાંથીધુમાડાના ગોટેગોટા નીકળતાં જોવા મળી રહ્યા છે. બિલ્ડીંગમાં લાગેલી આગથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
Mumbai fire : જુઓ વિડીયો
𝕄𝕌𝕄𝔹𝔸𝕀 | A massive fire broke out in a building located in Dongri area of South Mumbai. There is chaos due to fire in the building. It is being told that 5 fire brigade vehicles have been deployed to extinguish this massive fire. pic.twitter.com/TMoQad6hKO
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 27, 2024
આગની લપેટમાં 15 માળની ઈમારતના 14મા માળની સાથે તેની નીચેના બે માળ પણ લપેટમાં આવી ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે આગને લેવલ-1 આગની ઘટના તરીકે જાહેર કરી છે. બચાવ કામગીરી માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, આ વિસ્તારમાં ભીડભાડ અને સાંકડી ગલીઓ હોવાને કારણે તેમના પ્રયાસો અવરોધાયા હતા.
Mumbai fire : આગ 14મા માળ સુધી ફેલાઈ હતી
ઘટના અંગે માહિતી આપતાં ફાયર કર્મીઓએ જણાવ્યું હતું કે બપોરે 1.10 વાગ્યે ડોંગરી વિસ્તારમાં સ્થિત અંસારી હાઇટ્સના 15મા માળે આગ લાગવાની માહિતી મળી હતી. આ આગ ફેલાઈને 14મા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ પાંચ વાહનો ઘટનાસ્થળે રવાના કરાયા હતા. હાલમાં જે વિસ્તારમાં ફાયર ફાયટર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Fire : મુંબઈના અંધેરીમાં 6 માળની રહેણાંક ઇમારતમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ વિડિયો
મહત્વનું છે કે અન્ય એક ઘટનામાં, આજે વહેલી સવારે અંધેરી પશ્ચિમમાં સાત માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. ચિંચન બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં સવારે 8:42 વાગ્યે આગ લાગી હતી.