Site icon

Mumbai Fire: મુંબઈના કરી રોડ પર આવેલા અવિઘ્ના પાર્ક બિલ્ડિંગમાં ફરી એક વખત ફાટી નીકળી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે.. જુઓ વિડિયો..

Mumbai: Fire breaks out at CSMT food stall; no casualty reported

Mumbai Fire: મુંબઈના કરી રોડ પર આવેલા અવિઘ્ના પાર્ક બિલ્ડિંગમાં ફરી એક વખત ફાટી નીકળી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે.. જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

Mumbai Fire: મુંબઈના કરી રોડ સ્થિત 60 માળના અવિઘ્ના પાર્કમાં આગ લાગવાની ઘટના છેલ્લા એક વર્ષમાં બીજી વખત સામે આવી છે. વન અવિઘ્ના બિલ્ડિંગના 35માં માળે ભીષણ આગ ફાટી નીકળી છે. આગને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. 

Join Our WhatsApp Community

જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સાથે જ આ ઘટનાને લગતા નુકસાનનો હજુ અંદાજ લગાવી શકાયો નથી કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગત વર્ષે પણ બેદરકારીના કારણે આ બિલ્ડીંગમાં આગ લાગી હતી, જેમાં મોટું નુકસાન થયું હતું. ગત વર્ષે પણ આ જ બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી હતી. તો ફરી આગ લાગવાથી વર્ષ દરમિયાન કોઈ પગલાં, તકેદારી લેવાઈ ન હતી? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: ‘રામ રાખે એને કોણ ચાખે’.. મુંબઈના પવઈમાં એક બસે રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો ચમત્કાર કે…, જુઓ વિડિયો

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version