ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
દેશની આર્થિક રાજધાની કહેવાતી મુબંઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા સ્ક્રેપ માર્કેટના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. બાતમી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ફાયર બ્રિગેડના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અમને સવારે 3 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ, 10 ટેન્કર અને 150 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, અત્યારે આગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવું જાણવા નથી મળ્યું. જ્યારે આગનું કારણ પણ જાણવા નથી મળ્યું.
ઉલ્લેખનીય છે કે આજકાલ મુંબઈમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. માત્ર પાંચ દિવસ પહેલા જ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં સ્થિત એક બિલ્ડિંગના એક ફ્લેટમાં આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ આગ પણ ખૂબ જ ભીષણ હતી, જેને ભારે મુશ્કેલીથી કાબૂમાં લેવામાં આવી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
#મુંબઇમાં ભીષણ #આગની વધુ એક ઘટના, શહેરના આ વિસ્તારમાં આવેલા #ભંગારનાં #ગોડાઉનમાં લાગી આગ; જુઓ વિડિયો #fire #mandala #Mankhurd pic.twitter.com/UT3FYluDq2
— news continuous (@NewsContinuous) November 12, 2021