News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના અંધેરી વેસ્ટ(Andheri west) વિસ્તારમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી છે. અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવા માટે પાણીના ટેન્કરો(water tankers) પણ પહોંચી ગયા છે.
Film sets catch fire on #Chitrakoot ground #Andheri Link Road ,Andheri (West) , Mumbai .
Praying for well being of all the technicians & workers of the film industry . @mybmc @MumbaiPolice pic.twitter.com/F7EAziCHa4— Ashoke Pandit (@ashokepandit) July 29, 2022
મુંબઈ ફાયર બ્રિગેડે(Mumbai firebrigade) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અંધેરી વેસ્ટ વિસ્તારમાં વીરા દેસાઈ રોડ(Veera Desai Road) પરના ચિત્રકૂટ મેદાનમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર(Ranbir Kapoor and Shraddha Kapoor) અભિનીત ફિલ્મ માટે ઊભા કરાયેલા સેટ(Film set) પર આગ ફાટી નીકળી છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ ટુ જાહેર કરાઈ હતી અને અગ્નિશમન માટે 10થી વધુ ટેન્ડર્સ રવાનાં કરાયા.
આ સમાચાર પણ વાંચો : મલાડમાં વિચિત્ર બનાવ બન્યો-ભુલથી ઝેરી મેગી ખાવાથી મહિલાનું મૃત્યુ થયું
જોકે આગ વખતે સેટ પર કોઈ કલાકારો(celebrities) હાજર ન હતા. અન્ય કોઈ ટેક્નિશિયન કે કોઈને પણ ઈજાના કોઈ પ્રાથમિક અહેવાલો નથી. પરંતુ, આગમાં પ્રોપર્ટીઝને ખાસ્સું નુકસાન થયાનો અંદાજ છે. આગને લીધે કાળાં ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.
Someone just sent me this. Massive fire and huge cloud of smoke at Chitrakoot studio Andheri pic.twitter.com/6wzvC2Jk6s
— Sarita Tanwar (@SaritaTanwar) July 29, 2022