News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈના ગ્રાન્ટ રોડ ( Grant Road ) પર એક બહુમાળી રહેણાંક બિલ્ડીંગમાં ( residential building ) ભીષણ આગ ( fire breaks out ) લાગી હતી. આ બિલ્ડીંગમાં 22 માળ, અગિયારમા અને બારમા માળે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ( Fire Brigade ) ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જુઓ વિડીયો
Today morning A 21 storey building caught fire in grant road area of Mumbai, Swift action by fire brigade averted a major incident, no injuries reported, all occupant rescued in time#mumbai #Fire #grantroad pic.twitter.com/ZmKQ0z0C6m
— Nilesh shukla (@Nilesh_isme) November 17, 2023
રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ
મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનાઓ વધી રહી છે. ઓગસ્ટ ક્રાંતિ રોડ, ગ્રાન્ટ રોડ પર આવેલી રહેણાંક બિલ્ડીંગમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગ લેવલ 2 ની હોવાનું જાણવા મળે છે. આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.
આ સમાચાર પણ વાંચોઃ PM Modi on Deepfakes : ડીપફેક્સને લઇને PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, પોતાના ફેક વીડિયો અંગે કહી આ વાત..
આગ આઠમા અને 12મા માળે ઈલેક્ટ્રીકલ વાયર, ફર્નિચર, દરવાજા અને ઘરવખરીની ચીજવસ્તુઓમાં લાગી હતી. 21મા અને 22મા માળે ફસાયેલા લોકોને ફાયર ફાઈટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢીને છત પર લઈ જવામાં આવ્યા છે. તો 15મા માળે પણ 7 થી 8 નાગરિકો ફસાયા હતા. તેમને પણ સીડી દ્વારા ટેરેસ પર ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.