Site icon

Mumbai: મુંબઈના ગ્રાન્ટ રોડ પર એક બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, ફસાયેલા રહેવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ.. જુઓ વીડિયો

Mumbai: ઓગસ્ટ ક્રાંતિ રોડ, ગ્રાન્ટ રોડ પર આવેલી રહેણાંક બિલ્ડીંગમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગ લેવલ 2 ની હોવાનું જાણવા મળે છે. આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

Mumbai Fire breaks out in 21-storey building at Grant Road

Mumbai Fire breaks out in 21-storey building at Grant Road

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના ગ્રાન્ટ રોડ ( Grant Road ) પર એક બહુમાળી રહેણાંક બિલ્ડીંગમાં ( residential building ) ભીષણ આગ ( fire breaks out  ) લાગી હતી. આ બિલ્ડીંગમાં 22 માળ, અગિયારમા અને બારમા માળે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ( Fire Brigade ) ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ

મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનાઓ વધી રહી છે. ઓગસ્ટ ક્રાંતિ રોડ, ગ્રાન્ટ રોડ પર આવેલી રહેણાંક બિલ્ડીંગમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગ લેવલ 2 ની હોવાનું જાણવા મળે છે. આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.

આ સમાચાર પણ વાંચોઃ PM Modi on Deepfakes : ડીપફેક્સને લઇને PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, પોતાના ફેક વીડિયો અંગે કહી આ વાત..

આગ આઠમા અને 12મા માળે ઈલેક્ટ્રીકલ વાયર, ફર્નિચર, દરવાજા અને ઘરવખરીની ચીજવસ્તુઓમાં લાગી હતી. 21મા અને 22મા માળે ફસાયેલા લોકોને ફાયર ફાઈટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢીને છત પર લઈ જવામાં આવ્યા છે. તો 15મા માળે પણ 7 થી 8 નાગરિકો ફસાયા હતા. તેમને પણ સીડી દ્વારા ટેરેસ પર ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version