News Continuous Bureau | Mumbai
Mumbai : રાજકોટમાં 25 મેના ફાટી નીકળેલી ભીષણ આગમાં ( Rajkot Fire ) 28 લોકોના મોત થયા હતા આ પગલે, મુંબઈ ફાયર બ્રિગેડ ( MFB ) એ સમગ્ર શહેરમાં 68 મોલ્સનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. જેમાંથી 17 મોલને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં સોમવારે મોલના પરિસરમાં આગની ઘટના ( Fire Incidents ) નોંધાયા બાદ મલાડના એક મોલ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
26 થી 30 મે દરમિયાન ફાયર અધિકારીઓ દ્વારા મોલ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન આ મોલ્સની અંદરના ગેમિંગ ઝોનની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 48 મોલમાં ( Mall ) અગ્નિશમન પ્રણાલીથી સજ્જ હોવાનું જણાયું હતું. જો કે, મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2006 મુજબ 17 મોલ્સને નોટિસ આપવામાં આવી હતી. ફાયર અધિકારીઓ દ્વારા નિર્દેશિત જરૂરી પગલાં લેવા માટે આ મોલ્સને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
Mumbai: મલાડના મોલ પર કાયદેસરની કાર્યવાહી શરુ..
દરમિયાન સોમવારે મલાડના એક મોલમાં ( Mumbai Mall ) આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં પોલીસ દ્વારા તપાસ દરમિયાન, આ મોલને ગયા અઠવાડિયે ફાયર બ્રિગેડ દ્વારા આગના નિયમોનું ( fire safety ) પાલન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ પગલા ન લેવા બદ મોલને હવે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની અગાઉની સૂચના મળ્યા પછી સલામતીના પગલાં ન લેવા બદલ મોલ પ્રશાસનને હવે નવી નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત, મોલ ખાલી કરવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Adani Group: નાણાકીય ક્ષેત્રમાં અદાણીની એન્ટ્રી, આ અગ્રણી બેંક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારીમાં..
તો બીજી તરફ, ફાયર વિભાગ ( Fire Department ) દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ ( Maharashtra Fire Prevention and Life Safety Measures Act ) 2006 હેઠળ 17 મોલને નોટિસ આપવામાં આવી છે. તેમને ઓળખવામાં આવેલી ખામીઓને સુધારવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે અન્યથા તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.