Mumbai Fire : મુંબઈના આગ્રીપાડાની રહેણાંક ઇમારતમાં ફાટી નીકળી આગ, લોકોએ માંડ માંડ બચાવ્યો જીવ.. જુઓ વિડીયો

Fire Breaks Out At Building In Agripada

News Continuous Bureau | Mumbai

Mumbai Fire : મુંબઈ (Mumbai) ના આગ્રીપાડા (Agripada) પોલીસ સ્ટેશન પાસે 21 માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ (Fire brigade) ની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આગ્રીપાડા પોલીસ સ્ટેશન પાસે જહાંગીર બોમન બહેરામ માર્ગ પર સ્થિત બિલ્ડિંગમાં સવારે 8.07 વાગ્યે આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અલગ-અલગ માળ પરના મોટાભાગના લોકોને સીડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની શકે છે.  

જુઓ વિડીયો 

લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો

સદનસીબે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઈમારતમાં રહેતા લોકોનો લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો છે જેના કારણે તેમને ઘણું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચોઃ  Dev Diwali 2023: આજે છે દેવ દિવાળી, 12 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠશે કાશીનો આ ઘાટ, 70 દેશના રાજદૂત જોશે આ નજારો..

 બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી 

આ પહેલા ગુરુવારે મુંબઈના ભાયખલા વિસ્તારમાં સ્થિત મહાડા કોલોની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે અલગ-અલગ માળેથી 135 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મુંબઈ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.