Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Fire : મુંબઈના અંધેરીમાં 6 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ વિડિયો

Mumbai Fire : મુંબઈના અંધેરી વિસ્તારના વીરા દેસાઈ રોડ પર આવેલી છ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઘર સંપૂર્ણ બળીને રાખ થઈ ગયું હતું.

Mumbai Fire Fire breaks out at Chinchan Building in Mumbai's Andheri West

News Continuous Bureau | Mumbai

  Mumbai Fire : મુંબઈના અંધેરી વિસ્તારમાં વીરા દેસાઈ રોડ પર આવેલી છ માળની રહેણાંક ઇમારતમાં આજે સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 9 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના એક મકાનમાં આગ લાગી હતી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી અને ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.

Join Our WhatsApp Channel

Mumbai Fire : જુઓ વિડિયો

 

 Mumbai Fire :આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

અધિકારીઓના જણાવ્યા અનુસાર અંધેરી (વેસ્ટ)માં એક રહેણાંક બિલ્ડીંગના એક ફ્લેટમાં સવારે 8.42 વાગ્યે આગ લાગી હતી. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગ સવારે 9 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી અને સ્થળ પર કૂલિંગ ઓપરેશન ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં જ ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Politics : પરિણામના 4 દિવસ બાદ પણ CM નક્કી નહીં; સીએમ પદની હોડ વચ્ચે એકનાથ શિંદે એ કરી આ નવી માંગ.. ભાજપ ટેન્શનમાં.

   Mumbai Fire : કલ્યાણમાં હાઈરાઈઝ બિલ્ડીંગના 16મા માળે આગ લાગી હતી

આ પહેલા 26 નવેમ્બરે થાણેના કલ્યાણમાં 18 માળની વર્ટેક્સ સોલેર બિલ્ડિંગના 16મા માળે ભીષણ આગ લાગી હતી. અધિકારીએ જણાવ્યું કે આગ 16મા માળે એક ફ્લેટમાં લાગી હતી અને તે ઝડપથી રહેણાંક મકાનના 17મા અને 18મા માળે ફેલાઈ ગઈ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Bandra Domestic Help Theft Case ઘરમાં કામ કરતી મહિલા જ ચોર નીકળી! બાંદ્રામાં ₹૧૦ લાખની ચોરીથી ચકચાર, પોલીસ તપાસ તેજ
Mumbai Local Train Update રાત્રિ પ્રવાસ પર લાગશે બ્રેક ટ્રેક મેઇન્ટેનન્સના કારણે સેન્ટ્રલ લાઈન પર વિશેષ બ્લોક, અનેક લોકલ ફેરીઓ રદ અને વિલંબિત
Exit mobile version