Mumbai Fire : મુંબઈના ગોરેગાંવમાં એક બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, આઠ ફાયર બ્રિગેડ સ્થળ પર હાજર.

Mumbai Fire : મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આજે સાંજે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે.

by kalpana Verat
Mumbai Fire - Fire Breaks Out in Goregaon High-Rise

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈમારતોમાં આગ લાગવાના કિસ્સા અટકવાના નામ નથી લઈ રહ્યા. મુંબઈમાં આજે ફરી એકવાર આગ લાગવાના સમાચાર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

પ્રાપ્ત જાણકારી મુજબ ગોરેગાંવની  હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગને આગની માહિતી મળ્યા બાદ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચો : Krida Mahakumbh : મુંબઇમાં ૨૬મી થી યોજાનારા સ્વદેશી ખેલોનાં મહાકુંભ માટે આટલા લાખથી વધારે ખેલાડીઓએ કરાવી નોંધણી.

ગોરેગાંવમાં બિલ્ડિંગમાં આગ

દરમિયાન મુંબઈના ગોરેગાંવ બિલ્ડીંગમાં લાગેલી આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.  ગોરેગાંવ બિલ્ડીંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિગતોની રાહ જોવાઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More