News Continuous Bureau | Mumbai
Mumbai Fire : મુંબઈ (Mumbai) ના દાદર(Dadar) વિસ્તારમાં આજે ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અહીં રહેણાંક ઇમારતના 13મા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી, જેના કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે.
60 વર્ષીય વૃદ્ધનું શ્વાસ રૂંધાવા થી થયું મોત
ઘટના વિશે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હિંદુ કોલોનીમાં સ્થિત રહેણાંક ઇમારતના 13મા માળે ફ્લેટમાં સવારે લગભગ 8.30 વાગ્યે આગ (Fire) લાગી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટ ઘરની ચીજવસ્તુઓથી ભરેલું અને લૉક હતું.
આ સમાચાર પણ વાંચો : Lalbaugcha Raja: લાલબાગના રાજાને માત્ર ત્રણ દિવસમાં મળ્યો આટલા કરોડનો પ્રસાદ, રકમ સાંભળીને તમે પણ ચોંકી જશો.. વાંચો અહીં..
બિલ્ડીંગમાં આગ લાગ્યાની જાણકારી મળતા જ બે ફાયર એન્જિન, એક પાણીનું ટેન્કર અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને અડધા કલાકમાં આગ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ બિલ્ડિંગ (Building) માં રહેતા 60 વર્ષીય વૃદ્ધ ધુમાડાને કારણે બેભાન થઈ ગયા હતા. વૃદ્ધને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત (dead) જાહેર કર્યા હતા.
કારણ અસ્પષ્ટ
જોકે આ આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે. આગના કારણની હાલ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈના કુર્લા વિસ્તારમાં 12 માળની ઈમારતમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ આગ મધરાતે 12.15 વાગ્યે લાગી હતી. આગ વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને 12મા માળે ફેલાઈ હતી. જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા.