News Continuous Bureau | Mumbai
Mumbai fire : મુંબઈમાં દિવસેને દિવસે આગના કિસ્સા વધી રહ્યા છે. દરમિયાન આજે લોખંડવાલામાં આવેલા રિયા પેલેસમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ લેવલ વન છે અને આગનું કારણ હજુ સ્પષ્ટ નથી.
Mumbai fire : જુઓ વિડીયો
VIDEO | Three persons died in a fire incident at 10th floor of a tower of Riya Palace society in Andheri, Mumbai.
“The incident happened between 7-7.30 am. We came here. An elderly couple died, and their servant died. There seems to be no short-circuit. Somehow fire broke,… pic.twitter.com/VKqJd0I7Xo
— Press Trust of India (@PTI_News) October 16, 2024
Mumbai fire : ત્રણના મોત થયા
મીડિયા રિપોર્ટ મુજબ રિયા પેલેસ એ મુંબઈના લોખંડવાલામાં 14 માળની (Riya Palace Building) ઇમારત છે. આ બિલ્ડિંગના દસમા માળે સવારે 9 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની કુપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, કૂપર હોસ્પિટલે તેમાંથી ત્રણના મોત થયા હોવાના અહેવાલ આપ્યા છે. તેમાંથી બે વરિષ્ઠ નાગરિક છે.
Mumbai fire : આગ બિલ્ડિંગના 10મા માળે આવેલા ફ્લેટ સુધી મર્યાદિત
BMC અનુસાર, અંધેરી વિસ્તારમાં લોખંડવાલા કોમ્પ્લેક્સના ફોર્થ ક્રોસ રોડ પર સ્થિત રિયા પેલેસ બિલ્ડિંગમાં સવારે 8 વાગ્યે આગ લાગી હતી. જોકે, આગ બિલ્ડિંગના 10મા માળે આવેલા ફ્લેટ સુધી મર્યાદિત હતી. માહિતી મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: S Jaishankar Pakistan Visit: વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં અલગ જ સ્ટાઈલમાં કાળા ચશ્મા પહેરી રેડ કાર્પેટ પર કરી એન્ટ્રી; જોતા રહી ગયા લોકો.. જુઓ વિડીયો
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)