News Continuous Bureau | Mumbai
Mumbai Fire : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજકાલ આગ લાગવાની ઘટના વધી રહી છે. બુધવારે એક જ દિવસમાં બે વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે હવે ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે મુંબઈના ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા વિસ્તારમાં આવેલા ટિમ્બર માર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આગને કાબૂમાં લેવા માટે કુલ 16 ફાયર એન્જિન અને એક બહુમાળી ઇમારતમાંથી પાણીની બે લાઈન ઘટના સ્થળે દોડી આવી હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં એકનું મોત નિપજ્યું છે.
દુર્ઘટનામાં એકનું મોત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા માં એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. કોમ્પ્લેક્ષના બાથરૂમમાંથી અજાણ્યા પુરૂષની સળગી ગયેલી લાશ મળી આવી હતી. જે બાદ તેને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
જુઓ વિડીયો
#UPDATE : One death has been reported so far in the fire that broke out at a restaurant in #Kamathipura, Grant Road. One unknown male person's charred body was found in the bathroom at said premises and was moved to J.J. Hospital in Amb 108. Enquiry about any other injured or… pic.twitter.com/t2NVnbmijG
— mishikasingh (@mishika_singh) January 26, 2024
અગ્નિશમન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. આગ બિલ્ડિંગના બે માળ સુધી મર્યાદિત હતી. આગની જ્વાળાઓને કારણે નજીકના એક મોલ અને એક બહુમાળી ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Tomato For Skin: ત્વચા માટે વરદાન છે ટામેટા, આ રીતે કરો ઉપયોગ, આપશે પાર્લર જેવો ગ્લો.
હાલ અસરગ્રસ્ત રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં દોડતી બેસ્ટની બસોને ડાયવર્ટ કરવામાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)