News Continuous Bureau | Mumbai
Mumbai Fire : મુંબઈના ડોમ્બિવલીમાં ( Dombivli ) એક બહુમાળી ઇમારતમાં આગ ( fire ) લાગવાની ઘટના સામે આવી છે. રહેણાંક ઇમારતમાં ( residential building ) આગ સાતમા માળે લાગી હતી અને થોડી જ વારમાં ઉપરના માળે ફેલાઈ ગઈ હતી. રાહતની વાત એ છે કે બિલ્ડિંગમાં ત્રીજા માળ સુધી જ લોકો રહેતા હતા. આવી સ્થિતિમાં તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અહીં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
💥💥 Massive fire engulfed a high-rise building in #Mumbai, with six floors ablaze.
pic.twitter.com/1FFiGabACb— ビットコイン (@Ripple_X_) January 13, 2024
પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના ( short circuit ) કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે બિલ્ડિંગ આગની ( Building fire ) લપેટમાં છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો : Makar Sankranti: પતંગના દોરાથી પક્ષીઓને બચાવીએ, મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈના ગિરગામ ચોપાટી વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.